Modi Government: સરકાર તરફથી ખેડૂતો માટે સમયાંતરે અનેક યોજનાઓ લાવવામાં આવે છે. જેનાથી ખેડૂતોને લાભ થતો હોય છે. હવે સરકાર તરફથી ખેડૂતોના હિત માટે એક મહત્વનું પગલું  ભરાયું છે. આ પગલાંથી ખેડૂતોને ખુબ ફાયદો થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. હકીકતમાં સરકારે કૃષિ સંલગ્ન આંકડા માટે એકીકૃત પોર્ટલ શરૂ કર્યું છે. તેનાથી જરૂરી આંકડા સુધી સરળતાથી પહોંચી બનાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંકડા સુધી પહોંચ બનશે
આ પોર્ટલ (UPAg Portal- www.upag.gov.in) ભરોસાપાત્ર આંકડા સુધી પહોંચને સુગમ બનાવશે. તેનાથી સંબંધિત પક્ષોને સમજી વિચારીને નિર્ણય લેવામાં મદદ મળશે. કૃષિ મંત્રાલય દ્વારા વિક્સિત એકીકૃત પોર્ટલ (યુપીએજી) કૃષિ માટે ડિજિટલ સાર્વજનિક બુનિયાદી માળખાનું એક મહત્વપૂર્ણ ઘટક છે. પોર્ટલનો હેતુ માનવીકૃત અને સત્યાપિત આંકડાની કમી સંબંધિત પડકારોને દૂર કરવાનો છે. 


પડકારોને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પગલું
યોગ્ય આંકડાનો અભાવ નીતિ નિર્માતાઓ, રિસર્ચર્સ અને શેરહોલ્ડર્સ માટે સમજી વિચારીને નિર્ણય લેવાનું મુશ્કેલ બનાવે છે. પોર્ટલની રજૂઆત બાદ નીતિ આયોગના સભ્ય રમેશચંદ્રએ કહ્યું કે આ ભારતીય કૃષિના સામે આવનારી સંચાલન વ્યવસ્થા સંલગ્ન જટિલ પડકારોને પહોંચી વળવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં આંકડા મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા અને વધારવા માટે ડિઝાઈન કરવામાં આવેલું આ અભિનવ મંચ, વધુ  કુશળ અને જવાબદાર કૃષિ નીતિ માળખાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. 


ઈ ગવર્નન્સનો સિદ્ધાંત
નીતિ આયોગના સભ્યના જણાવ્યાં મુજબ એક રિસર્ચથી જાણવા મળે છે કે આંકડામાં એક ડોલરના રોકાણથી 32 ડોલરનો પ્રભાવ પડે છે. કૃષિ સચિવ મનોજ આહુજાએ કહ્યું કે પોર્ટલથી યૂઝર્સને સરળતાથી ભરોસાપાત્ર, વિસ્તૃત અને વસ્તુસંલગ્ન આંકડા સુધી પહોંચવામાં લાભ મળશે. મંત્રાલયના જણાવ્યાં મુજબ આ પહેલ ઈ ગવર્નન્સના સિદ્ધાંત અનુરૂપ છે. 


(ઈનપુટ-ભાષા)