Gardening Tips: આ રીત અજમાવી ઘરે કુંડામાં જ ઉગાડી લો લસણ, માર્કેટમાંથી ખરીદવાની જરૂર નહીં પડે

Gardening Tips: રસોઈમાં રોજ ઉપયોગમાં લેવાતું લસણ તમે કોઈપણ જાતની સમસ્યા વિના ઘરે સરળતાથી વાવી શકો છો. જો આ રીતે તમે ઘરે કુંડામાં લસણ વાવી દેશો તો તમારે માર્કેટમાં લસણ લેવાની જરૂર નહીં પડે.
Gardening Tips: ભારતીય આહારમાં લસણનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. રોજની રસોઈ હોય કે પછી નાસ્તાની વસ્તુઓ તેમાં લસણ વપરાતું હોય છે. લસણનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. લસણ ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરદી, ઉધરસમાં પણ રાહત મળે છે. ટૂંકમાં કહીએ તો લસણ બહુઉપયોગી વસ્તુ છે. આ લસણને તમે ઘરે સરળતાથી ઉગાડી પણ શકો છો.
આ પણ વાંચો: દૂધીના વેલાના મૂળમાં નાખી દો આ વસ્તુનું પાણી, દૂધીથી છલોછલ થઈ જશે વેલ, મબલખ ફળ આવશે
આજે માર્કેટમાં શાકભાજી પણ ઓર્ગેનિક હોય તે વાતની કોઈ ગેરંટી હોતી નથી. અનેક પ્રકારના શાકભાજીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ થતો હોય છે. આ સ્થિતિમાં તમે ઘરે જ કેટલીક સરળ ટિપ્સ અપનાવીને કુંડામાં લસણ વાવી શકો છો.. એક વખત આ રીતે લસણ ઘરે ઉગાડી લીધું તો તમે માર્કેટથી લસણ લેવાનું જ બંધ કરી દેશો. તમે ઘરની જરૂરિયાત અનુસાર ઘરમાં જ લસણ વાવી શકો છો.
જો તમને ઘરે લસણ ઉગાડવું હોય તો તમને કેટલીક વસ્તુઓની જરૂર પડશે. આ વસ્તુઓમાં માટીનું કુંડું, લસણના બી, ખાતર, માટી અને પાણીનો સમાવેશ થાય છે. લસણ ઉગાડવા માટે લસણના બીના ફોતરા અલગ કરી લો. લસણના બી તમને કોઈપણ જગ્યાએથી સરળતાથી મળી રહેશે.
આ પણ વાંચો: Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
માટીના કુંડામાં સારી રીતે કાળી માટી ભરવી. માટી ભર્યા પછી તેમાં ખાતર મિક્સ કરો અને થોડું પાણી છાંટો અને થોડા કલાક સુધી માટીને નરમ થવા દો. માટી નરમ થઈ ગયા પછી કુંડામાં ત્રણથી ચાર ઇંચની ઊંડાઈએ લસણના બી વાવી દો.
લસણના બી વાવ્યા પહેલા માટી અને ખાતરને સારી રીતે મિક્સ કરી દો. ખાતરમાં પણ જૈવિક ખાતરનો ઉપયોગ કરો. કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો નહીં. લસણના બી વાવી દીધા પછી કુંડામાં એક થી બે મગ પાણી ઉમેરો. ત્યાર પછી કુંડાને એવી રીતે રાખો કે જ્યાં દિવસની શરૂઆતમાં તેને તડકો મળે અને પછી છાયો રહે.
આ પણ વાંચો: ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
થોડા જ દિવસમાં તમને દેખાશે કે બીજમાંથી અંકુર ફૂટવા લાગ્યા છે. લસણમાંથી અંકુર ફૂટીને બહાર આવી જાય ત્યારે ફરી એક વખત થોડું ખાતર અને પાણી ઉમેરી દેવું. એક મહિનામાં લસણ ઉપયોગ લાયક મોટું થઈ જાય છે. ત્યાર પછી તમે માટીમાંથી તેને કાઢીને ઉપયોગમાં લઈ શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)