Ahmedabad Rain : ગુજરાતમાં બે દિવસમાં ચોમાસું પ્રવેશ કરી દેશે. બે દિવસ બાદ ગાજવીજ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ આવશે. જોકે, વલસાડ, નવસારી અને સોરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. આ વર્ષે 14 દિવસ વહેલા ચોમાસાએ એન્ટ્રી કરી છે, પરંતું હવે નવી આગાહી ગુજરાતના ખેડૂતો માટે સંકટ પેદા કરી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજ પવન ફૂંકાશે તો વાદળ નહિ બને
આગામી 18 જૂનના રોજ ભીમ અગિયારસ છે. આ પાંચ દિવસ ભારે વરસાદ થયો તો ખેડૂત આ દિવસથી વાવણીનું મુહૂર્ત કરે છે. પરંતું ગુરુવારે પૂર્વાનુમાનના અનુસાર, સૌરાષ્ટ્રમાં વ્યાપક અને પર્યાપ્ત વરસાદની શક્યતા નથી. ગીર સોમનાખ, અમરેલીના દરિયાઈ વિસ્તારમાં પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આશંકા છે. પાંચ દિવસ સુધી ગીર સોમનાથ, અમરેલીના કાંઠાળ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજ્યમાં 10 થી 60 કિમી પ્રતિ કલાકના તેજ હવાથી વાદળ બની નથી રહ્યાં. 


અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની સંભાવના નહિવત્
અમદાવાદમાં બુધવારે (12મી જૂન) 10.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર, અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની સંભાવના 15 ટકાથી પણ ઓછી છે. 24મી જૂન બાદ જ અમદાવાદમાં ચોમાસું જામશે. દરમિયાન હવામાન વિભાગના અનુસાર, આગામી 18મી જૂન સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે.


ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હોવાની આશંકા


ભીમ અગિયારસની વાવણી શુકનવંતી
સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા મુજબ એકાદશીના દિવસે સૌરાષ્ટ્રના ખેડૂતો પરંપરાગત રીતે વાવણી કાર્યની આજના દિવસે શરૂઆત કરતા હોય છે. સૌરાષ્ટ્રની પ્રાચીન ખેતી પરંપરા મુજબ પ્રત્યેક ખેતરમાં આજથી વાવણી કાર્યમાં જોતરાયેલું જોવા મળતું હોય છે. તેની પાછળ ખૂબ જ સાંકેતિક પરિકલ્પના જોડાયેલી છે. આજના દિવસે વાવણી કાર્ય કરવાથી કોઈપણ કૃષિ પાકોને પરીપકવ માટેનો 90 દિવસનો પૂરતો સમય મળી રહે, સમયસર પાક તૈયાર થાય, જે બજારમાં આવે જેને ગુણવત્તા ખૂબ સારી હોય છે. જેને કારણે સમયસર ગુણવત્તા યુક્ત બજારમાં આવેલા કૃષિ પાકોનો બજારભાવ ખૂબ સારો મળતો હોય છે. ભીમ અગિયારસના દિવસે પડેલું વરસાદનું પ્રથમ પાણી જમીનની સાથે કૃષિ પાકોના સારા વર્તારા માટે પણ આશીર્વાદ સમાન હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં વર્ષોથી ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્ય થતું જોવા મળતું હોય છે.


સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું


અંબાલાલ પટેલની આગાહી 
વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. 


તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે. 


ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશે