Gujarat Farmers : એક તરફ ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાની જાહેરાત કરીને ગુજરાતના ૧.૭૫ કરોડ ગ્રાહકો મોટી ખુશખબરી આપી છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતોના હિતમાં પણ સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં માત્ર ચાર ટકા જ ગામોને દિવસે વીજળી આપવામાં આવતી નથી. ત્યારે ગુજરાત સરકારે આ સંદર્ભે મોટો નિર્ણય લીધો છે. આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને દિવસે વીજળી આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસે વીજળી બાબતે 


  • ૧૧,૯૨૭ ગામોને સિંગલ શિફ્ટમાં વીજળી અપાય છે (સવારે ૮ થી સાંજે ૪, તો સવારે ૯ થી સાંજે ૫)

  • ૪,૬૩૪ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં વીજળી દિવસ દરમિયાન અપાય છે (સવારે ૫ થી બપોરે ૧, તો બપોરે ૧ થી સાંજે ૯) 

  • બાકી રહેતા ૬૩૨ ગામોમાં ૧,૫૫,૪૦૧ ખેડૂતોને ૪ ટકા ગામોમાં વીજળી દિવસે આપવા માટેનું કામ પ્રગતિમાં છે


ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન છે. ગુજરાતના કુલ ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦ લાખ જેટલા (૨૦,૫૧,૧૪૫) ખેતીવાડી વીજજોડાણો છે. જે પૈકી ૧૬ હજારથી વધુ (૧૬,૫૬૧)ગામના ૧૮ લાખથી વધુ (૧૮.૯૫,૭૪૪) ખેડૂતોને દિવસ દરમ્યાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહેલ છે. બાકી રહેતા ૪ ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. 


દિવસે વીજળી મેળવી રહેલ ૧૬,૫૬૧ ગામના ખેડૂતો પૈકી... ૪ ૧૧,૯૨૭ ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે ૮ થી સાંજના ૪ અને સવારે ૯ થી સાંજના ૫ વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે. તથા ૪.૬૩૪ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે ૫ થી બપોરના ૧ અને બપોરના ૧ થી સાંજે ૯ વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવે છે. 


બાકી રહી ગયેલ ૬૦૦ જેટલા (૬૩૨) ગામના ૧.૫ લાખ જેટલા (૧.૫૫,૪૦૧) ખેડૂતોને એટલે કે ૪ ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન છે.