Agriculture News : ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે. રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે. 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. તેથી રાજ્ય સરકાર મગફળી, સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. લાભ પાચમના પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીન ખરીદી કરશે. લાભ પાંચમ પછીના 90 દિવસ સુધી ખરીદી ચાલશે. 


અંબાલાલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો, વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એમ ન સમજતા


ગાંધીનગરના મળેલા અહેવાલ અનુસાર, 3 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. મગફળી, અડદ, સોયાબીન ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન નાફેડના ઈ સમૃધ્ધિ પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન થશે. 150 થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે


આગામી સપ્તાહ સુધીમાં અડધા ગુજરાતમાંથી ચોમાસું સત્તાવાર રીતે પાછું ખેંચાશે. ગુજરાતનો મોસમનો કુલ વરસાદ ૧૩૯ ટકાને પાર થઈ ગયો છે એની સાથે ખરીફનું વાવેતર પણ લગભગ ૯૭ ટકા સુધી પહોંચી ગયું છે. રાજ્યના ૨૦૯ જળાશયોમાં ૯૩.૯૬ ટકા જળસપાટી નોંધાઇ છે.


રાદડિયાનું મોટું નિવેદન, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી