માથા પર લાગેલું કલંક ધોઈ કચ્છી ખેડૂતોએ કમાલ કરી, નર્મદાના પાણીથી અનોખી ખેતી કરી 35 કરોડ કમાણી કરી
Gujarat Farmers : કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચતા જ પૂર્વીય કચ્છના ચોબારી પટ્ટાના ખેડૂતોએ છેલ્લા કેટલાક સમયથી બાજરાની બિયારણની ખેતી શરૂ કરી... જેનું વેચાણ આખા ઉત્તર ગુજરાતમાં થાય છે
Agriculture News : કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે. ગુજરાતના ખેડૂતો હંમેશાથી સાહસિક રહ્યાં છે. તેમાં પણ કચ્છના ખેડૂતોએ હંમેશા કંઈક નવુ કર્યું છે. આ મલક પહેલેથી જ પાણીની સમસ્યાથી પીડાતો હતો, ત્યારે પણ કચ્છીઓએ ઓછા પાણીમાં ખેતી કરીને વાહવાહી લૂંટી હતી. તો જ્યારે પાણી પહોંચે તો શું ન કરે. પરંતુ ખેતી માટે પાણી મળતા જ કચ્છના ખેડૂતોએ એવુ કામ કર્યું કે ફરીથી દુનિયામાં કચ્છની ચર્ચા થઈ જાય. નર્મદાનું પાણી કચ્છ પહોંચતા જ કચ્છી ખેડૂતોએ રેકોર્ડબ્રેક કમાણી કરી બતાવી. નર્મદાના પાણીના સહારે કચ્છના ચોબારી પંથકના કિસાોએ ઉત્તર ભારનતે બાજરાનું બિયારણ વેચ્યું. એટલુ જ નહિ, આ બિયારણ વેચીને ખેડૂતોએ 34.30 કરોડની રોકડી કરી લીધી.
કચ્છનું કલંક ધોવાયું
કચ્છીના નસનસમાં ધંધો વસે છે. કચ્છની ધરતીનો ખેડૂત પણ ધંધાની આવડત સારી રીતે જાણે છે. અત્યાર સુધી આ પંથક પાણીની અછત સામે લડતો હતો. પરંતું દુકાળિયા મલક કચ્છનું કલંક ધોઈને કચ્છનો ખેડુ હરિયાળી ક્રાંતિ કરવા સક્ષમ બન્યો છે. નર્મદાનું પાણી કચ્છ પહોંચતા જ ખેડૂતોએ કમાલ કરી છે.
અંબાલાલ પટેલની આગામી 24 કલાક માટેની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે આવશે વરસાદ
નર્મદાનું પાણી પહોંચતા જ કમાલ કરી
કચ્છના ખેડૂતો દાયકાઓથી નર્મદાના પાણીની માંગ કરી રહ્યાં છે. આખરે કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચતા જ પૂર્વીય કચ્છના ચોબારી પટ્ટાના ખેડૂતોએ છેલ્લા કેટલાક સમયથી બાજરાની બિયારણની ખેતી શરૂ કરી છે. આ બિયારણનું રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાંચલમાં વેચાણ થઈ રહ્યું છે.
નર્મદાના પાણીએ બાજરાને મીઠાશ આપી
ચોબારી પંથકના ખેડૂતોએ રંજકા, બાજરી કે જેને સ્થાનિક ભાષઆમાં મહુડો કહેવાય છે તેની ખેતી કરી છે. નર્મદાનું મીઠું પાણીએ આ ખેતીને એટલી મીઠાશ આપી કે અહીંની ખેતીમાં સોનું પકવવા લાગ્યું. બિયારણને મીઠાશ મળી અને ભારતમાં કચ્છના બાજરના બિયારણની માંગ વધી. આ બિયારણ વેચીને કચ્છના ખેડૂતોએ 34.30 કરોડની આવક કરી છે. આ ઉપરાંત કચ્છના ખેડૂતો ખાણદાણ પણ ડેરીઓને વેચે છે. જેનો ઉપયોગ પશુઓના ચારા માટે થાય છે. તેના થકી પણ આવક થઈ રહી છે.
મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ