હિતેલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યભરના લાભો ખેડૂતોને તેનો લાભ મળી શકશે. હવે ખેતરોમાં ઉભા પાકને તહેસનહેસ કરતા પ્રાણીઓને અંકુશમાં રાખી શકાશે. હવે આવા પ્રાણીઓથી પાકને બચાવવા પાકનું અને છોડવાઓનું રક્ષણ કરવા માટે ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય. પાક રક્ષણ માટે ખેતર ફરતે તાર ફેનસિંગ બનાવવાની કૃષિ વિભાગની યોજના ના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ખેતરની ફરતે ફેન્સીંગ કરવાના નિયમોમાં બદલાવ થવાથી ખેડૂતોને મોટો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે જમીન હેકટરની મહત્તમ  મર્યાદામા ઘટાડો કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે ખુશખબર. 5 હેકટરના બદલે હવે 2 હેકટર વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઇ શકાશે. પહેલા ઓછા માં ઓછા 5 હેકટર વિસ્તારમા કંટાળા તાર ફેનસિંગ માટેની મજૂરી મળતી હતી. યોજનમા ફેરફાર બાદ હવે મહત્તમ બે હેકટર વિસ્તાર માટે પણ યોજનાનો લાભ લઇ શકાશે. સીમાંત અને નાના ખેડૂતોને ધ્યાને રાખીને યોજનાની હેકટર મર્યાદા ઓછી કરવામાં આવી છે. 350 કરોડ રૂપિયા નવી બાબત તરીકે યોજના માટેની બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે.


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઇતિહાસ:
ગુજરાત સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ વારંવાર લાવતી રહી છે. આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ની વાત કરીએ તો આ યોજના તારીખ: 20/05/2005 થી અમલમાં છે. આ યોજનાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે તેમાં સુધારા વધારા કરી ક્લસ્ટર આધારીત યોજનાનો ઠરાવ કરેલ છે.


આ યોજનાનો પ્રારંભ ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે કરાયો હતો. ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી. આટલી ફાળવણીમાં સરકારની માહિતી મુજબ 2015 સુધીમાં માત્ર 30 કરોડની ફાળવણી કરવામાં આવેલી અને તેમાં 13160 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો. જ્યારે આ યોજના બહાર પાડવામાં આવેલી ત્યારે 2017 સુધીમાં માત્ર આ યોજના માટે 250 કરોડ રૂપિયા ફાળવેલા હતા.


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ-
ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે.


શું છે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના-


  • આ યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે. તમામ સમજોના ખેડૂતોએ ઓછામાં ઓછી 5 હેક્ટર જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહશે. ( જે પહેલા 15 થી 20 હેક્ટર હતી. )

  • પોતાના ખેતરની ચારેબાજુના ખેડૂતો ભેગા થઈ તેમાં એક ગ્રૂપ લીડર નિમવાનો રહેશે.

  • જે ક્લસ્ટર થાય તે પ્રમાણે લાભાર્થી જુથની અરજીઓ કરવાની છે. અરજી મુજબ રનિંગ મીટર દિઢ 200/- રૂપિયા અથવા થનાર ખર્ચના 50 % જે બંનેમાથી ઓછું હશે તે મુજબ સહાય મંજૂર થશે.

  • i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.જીલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે. તેમાં વધુ અરજીઓ આવે તો ઓનલાઇન ડ્રો પધ્ધતિથી મંજૂરી આપવાની રહેશે.

  •  તે ડ્રોમાં પણ પસંદગી ન પામે તો તે અરજી પછીના વર્ષમાં કેરી ફોરવોર્ડ કરવામાં આવશે. જેથી લાભાર્થીએ ફરી અરજી કરવાની ન રહે.

  • અરજીને મંજૂરી આપતા પહેલા થર્ડ પાર્ટી દ્વ્રારાહકીકતમાં તાર ફેન્સીંગ થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થઈ ગયું છે કે નહીં તેપણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા ચકાસણી થશે.

  • તેના મારફત રિપોર્ટ બનશે અને તે મુજબ ચુકવણી કરવાની રહેશે. તેની ચકાસણી સમયે gps લોકેશન ટેગિંગ કરવાનું રહેશે.

  • નક્કી કરાયેલ ગુણવત્તા કે ડીઝાંઇન મુજબ કામગીરી થયેલ નહીં હોય તો, અથવા ઓછા માલ સામાન વાળી કામગીરી કરશે તો, કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ મળી શકશે નહીં.

  • ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવ્યા પછી તેની નિભાવણીનો ખર્ચ જાતેજ કરવાનો રહેશે.

  • આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એકવાર જ મળશે. અને અગાઉ યોજનાનો લાભ મળી ગયેલ હોય તો ફરીવાર મળવાપાત્ર થશે નહીં.

  • આ યોજનાનો અમલ સમગ્ર ગુજરાત રાજયમાં કરવાનો રહેશે.