હવે ખેડૂતોને રડાવી રહ્યાં છે રીંગણાં! હોળાષ્ટક બાદ તળિયે બેસી ગયા રીંગણના ભાવ
રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માગ ઘટી જતાં ભાવો તળિયે આવી ગયાં છે. ત્યારે રીંગણના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે. જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલા રીંગણા રસ્તા પર ફેંકી દેવાનો વારો આવ્યો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ એક બાદ એક જગતના તાત પર મુસીબતો આવતી રહે છે. એક તરફ બદલાતી સિઝનમાં માવઠાનો માર પડી રહ્યો છે ત્યાં બીજી તરફ પાકેલા પાકને નો ભાવ સાવ પડી રહ્યો છે. આ વખતે વારો છે રીંગણાંનો. જીહાં હવે જગતના તાતને રડાવી રહ્યાં છે રીંગણા. હોળાષ્ટક બાદ સાવ તળિયે બેસી ગયા છે રીંગણના ભાવ. રસ્તા રીંગણા ફેંકી રોષ વ્યક્ત કરી રહ્યાં છે ગુજરાતના ખેડૂતો. એક સમયે 400 રૂપિયે મણ વેંચાતા રીંગણનો ભાવ હાલ 40 રૂપિયા મણ થઈ જતા ખેડૂતની હાલત કફોડી બની છે.
બેઠી ખેડૂતોની માઠી દશાઃ
બજારોમાં રીંગણના ભાવ ગગડી જતાં નર્મદાના ખેડૂતો તેમનો પાક રસ્તા પર નાખવા મજબૂર બન્યાં છે. અગાઉ રીંગણ 200થી 400 રૂપિયે મણના ભાવે વેચાતા હતાં, તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઇ હતી પણ લગ્નસિઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક લાગતા માગ ઘટી હતી. જે બાદ રીંગણનો ભાવ 15 દિવસ પહેલાં 200 રૂપિયે મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઇ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે.
હોળાષ્ટકના લીધે લાગી ભાવ પર બ્રેક?
વાત કરીએ નર્મદા જિલ્લાની તો, આ જિલ્લામાં કોઈ ખાસ ઉદ્યોગો ન હોવાથી અહીંની પબ્લિક મોટે ભાગે ખેતી પર નભે છે. રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકરમાં રીંગણાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. એક એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણનું ઉત્પાદન થાય છે તેથી જિલ્લામાંથી 2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે. રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માગ ઘટી જતાં ભાવો તળિયે આવી ગયાં છે. ત્યારે રીંગણના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે. જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલા રીંગણા રસ્તા પર ફેંકી દેવાનો વારો આવ્યો છે. અગાઉ રીંગણ 200 થી 400 રૂપિયે મણના ભાવે વેચાતા હતાં તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઇ હતી પણ લગ્નસીઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતાં માગ ઘટી હતી.
રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઇ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે. રાજપીપળાના કાછીયાવાડમાં રહેતાં રાકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ બજારમાં રીંગણનો ભરાવો વધી ગયો છે. ગામેગામથી રીંગણા બજારોમાં ઠલવાઇ રહયાં છે.નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી એટલે અમારે સુરત કે મુંબઈ સુધી રીંગણ વેચવા માટે જવું પડતું હોય છે. 20 કીલોની રીંગણની થેલીને સુરતના બજારમાં લઇ જવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે. રોજની 90 થેલી લઇ જઇએ તો 4,500 રૂપિયા ટેમ્પાનું ભાડુ થઇ જાય અને તેની સામે 40 રૂા.ના ભાવ લેખે અમને વેચાણના 3,600 રૂપિયા જ મળતાં હોય છે. આમ ટેમ્પાનું ભાડુુ પણ નીકળી શકે તેમ નથી.હાલ અમે અમારા ખેતરોમાં તૈયાર થયેલાં રીંગણને રોડ પર નાખી રહયાં છે જેથી પશુઓન તેને ખાઇ શકે.
ખેડૂતોને કેવી રીતે ખોટ જાય છે?
નર્મદા જિલ્લામાં 110 એકર જમીનમાં રીંગણનું વાવેતર કરાયું છે. એક એકરમાં રોજના 100 મણ એટલે કે 2,000 કીલો રીંગણ નીકળતાં હોય છે.110 એકરના ગણવામાં આવે તો કુલ 2.20 લાખ કીલો રીંગણ જિલ્લામાંથી ઉત્પાદિત થાય છે. જો આ તમામ રીંગણ બજારમાં 40 રૂપિયા મણના ભાવે વેચાઇ તો ખેડૂતોને 44 લાખ રૂપિયાની આવક થાય છે. તેની સામે રીંગણના ઉત્પાદન અને વહનની વાત કરવામાં આવે તો આ રીંગણ પાછળ ખેડૂતોનો ખર્ચ 55 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આમ નર્મદા જિલ્લાના ખેડૂતોને રોજની 11 લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડી શકે છે.