ઓર્ગેનિક ખેતીનું જીવતુ જાગતુ ઊદાહરણ છે આ ગુજ્જુ ખેડૂત, એવા ઘઉં ઉગાડ્યા કે ઘર બેસીને ડબલ આવક કરી
Organic Farming : બનાસકાંઠાના સૂંઢા ગામના આ ખેડૂત ભીખાભાઈ ભૂટકા કહે છે કે, હું 2016 થી સુભાષ પાલેકર દ્વારા અનુસરાયેલી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં કોઈ જ રાસાયણિક ખાતરની જરૂર નથી મારે ઓછો ખર્ચ કરવો પડે છે અને વધુ આવક થાય છે
Banaskantha Farmer અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે બનાસકાંઠામાં પણ અનેક ખેડુતો હવે કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે.જ્યાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ પાલનપુરના સૂંઢા ગામના ખેડૂત ભીખાભાઇ ભૂટકા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રાસાયણિક ખાતરથી બંજર બનતી જમીનને અટકાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ છે અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ડ વિકલ્પ હોવાનું હવે ખેડૂતો સ્વીકારી રહ્યા છે, સુભાષ પાલેકરજીની ખેતીમાં એક ગાય દ્વારા 30 એકરની ખેતી થઇ શકે છે. દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર, ગોળ, બેસન અને માટીના મિશ્રણથી તૈયાર થતું જીવામૃત - ચાર દિવસમાં તૈયાર થાય છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે. આ જીવાણું જ કૃષિ માટે અગત્યના છે.જે પાકના મૂળ સાથે સહજીવન કરી પાકને પોષણ આપે છે. જેને લઈને બનાસકાંઠાના સૂંઢા ગામના ખેડૂત ભીખાભાઇ ભુટકા પોતાના ખેતરમાં છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
ગુજરાતના આ ખેડૂતની ઓર્ગેનિક ખેતીની મહેનત સફળ થઈ, હવે બારેમાસ લાખોની કમાણી કરશે
ભીખાભાઇ સમગ્ર ગુજરાતમાં વર્ષ 2022માં પ્રાકૃતિક ખેતીમાં પ્રથમ નંબરે આવતાં ગુજરાત સરકાર દ્વારા 51 હજારનો ચેક પણ આપવામાં આવ્યો હતો. ભીખાભાઈનું કહેવું છે કે, હું 2016માં ગાંધીનગરમાં સુભાષ પાલેકરની એક શિબિરમાં ગયો હતો, ત્યાં પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ જાણવા મળ્યા જેમના થકી તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડલ બનાવ્યું છે, જેમાં તેમની આવક ડબલ થઈ રહી છે કારણ કે તેવો તેમાં બીજા આંતરપાકનું વાવેતર કરીને તેનું ઉત્પાદન કરી શકે છે. બીજી પંચસ્તરીય મોડલના ઝાડ ઓક્સિજન ભરપૂર માત્રામાં આપે છે. તેમજ પ્રાકૃતિક ખેતીના કારણે લોકોના સ્વાસ્થ્ય સુધરે છે, લોકોને સારું અનાજ ખાવા મળી રહે છે. પ્રાકૃતિક ખેતીથી જમીન સુધરે છે અને ફળદ્રુપ થાય છે.
તેમનું કહેવું છે તેવોએ ઘઉં, ચણા, બાગાયતી ઝાડ, ગાજર, મૂળા, દાડમ, કેળા, જામફળ, સહિત અનેક પ્રકારની શાકભાજીનું વાવેતર કર્યું છે. આ પ્રાકૃતિક ખેતીમાં ફક્ત એક જ ગાય રાખવી પડે છે. જેમાં ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી બીજામૃત, ઘનજીવામૃત જીવામૃત, દશપરણીયઅર્ક, નિમાસ્ત્ર, ખાટી છાશ એ વગર પૈસે આપણને મળે છે. જીવામૃતથી બીજું કોઈ ચડિયાતું ખાતર જ નથી. આ ખેતીમાં નહિવત ખર્ચ થાય છે અને ઉત્પાદન વધે છે. મેં ગત વર્ષે પ્રાકૃતિક ખેતી કરીને 800 રૂપિયે મણ ઘઉં ઘરે બેસીને વેચ્યા હતા. જોકે તે પહેલાં હું 400 રૂપિયે જ ઘઉં વેચી શકતો હતો. આમ આ પ્રાકૃતિક ખેતીથી હું ડબલ આવક મેળવું છું અને લોકોને શુદ્ધ અનાજ આપી શકું છું અને બંજર બનતી ધરતીમતાને અટકાવી શકાય છે તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે.
ગુજરાતના બે ખેડૂતોએ ચમત્કાર કર્યો : કેસરની ખેતી કરીને અશક્યને શક્ય બનાવ્યું
સૂંઢા ગામના આ ખેડૂત ભીખાભાઈ ભૂટકા કહે છે કે, હું 2016 થી સુભાષ પાલેકર દ્વારા અનુસરાયેલી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં કોઈ જ રાસાયણિક ખાતરની જરૂર નથી મારે ઓછો ખર્ચ કરવો પડે છે અને વધુ આવક થાય છે.
પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય હોવાનું ખેડૂતોને સમજાતા પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિને સૂંઢા ગામના અન્ય ખેડૂતો પણ વ્યાપક પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે જેમાં યુવાન ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ નફો કમાઈ રહ્યા છે.
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયામા જોઈને એવું ફળ ઉગાડ્યુ, લાખોની આવક કરતા થયા
પહેલા અમે રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા તેમાં બહુ ખર્ચ થતો હતો અને કઈ બચત થતી નહતી પછી અમે પ્રાકૃતિક ખેતી કરી જેમાં અમને નહિવત ખર્ચ થાય છે ,આ ખેતીમાં શુદ્ધ પાક મળે છે ખર્ચ ઓછો થાય છે અને આવક વધે છે તેમજ જમીન ફળદ્રુપ થાય છે.
અમારા ગામના ભીખાભાઇ પ્રાકૃતિક ખેતી કરે છે પહેલા અમે પરંપરાગત ખેતી કરતા હતા જેમાં ખર્ચ વધુ થતો હતો પણ હવે અમે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીયે છીએ જેમાં રાસાયણિક ખાતરની જગ્યાએ છાણીયુ ખાતરનો ઉપયોગ કરીએ છીએ જેથી ખર્ચ ઘટે છે અને આવક વધે છે.
આ સફળ ખેડૂત પાસે ટિપ્સ લેવા દૂર દૂરથી દોડી આવે છે ખેડૂતો, કરે છે લાખોમાં કમાણી