Botad News : હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે. એટલુ જ નહિ, હવે તો ભણેલા-ગણેલા લોકો પણ ખેતી તરફ વળ્યાં છે. જેમ કે બાગાયત ખેતી, પ્રાકૃતિક ખેતી જેવી અવનવી ખેતી કરી તેમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. ખાસ કરીને અગાઉ ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હોય છે. જેમાં ખર્ચની સામે ઉત્પાદન સારું ન મળતું હોય જેથી હવે ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે અને તેમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ જિલ્લાના રામપરા ગામે રહેતા ખેડૂત અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ ત્યારબાદ તેઓએ ખેતીની શરૂઆત કરી અને હાલ તેઓએ 25 વીઘામાં 10 થી 12 વર્ષ પહેલા લીંબુડીનું વાવેતર કર્યું હતું. તેઓ અન્ય પાકોની સરખામણીએ લીંબુડીમાંથી લીંબુનું વેચાણ કરી વર્ષે 1,50,000 ઉપરાંતનું એક વીઘામાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે. જેથી તે અનેક ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે.


એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશે


હીરાનો વ્યવસાય છોડ્યો, ખેતી અપનાવી
આ અંગે ખેડૂત બારૈયા વિપુલભાઈ આંબાભાઇએ જણાવ્યું કે, હાલ મેં 25 વીઘામાં લીંબુડીનું આઠ વર્ષ પહેલાં વાવેતર કર્યું છે. તેમાં એક વીઘામાંથી એક લાખથી લઈને દોઢ લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે. લીંબુનો પાક આવ્યા બાદ તેનું વેચાણ બોટાદ સહિત જુદા જુદા સ્થળોએ કરવામાં આવે છે. અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પરંતુ ખેતી કરવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ મારા ફઈના દીકરા સાથે જોડાઈ આ જમીનમાં લીંબુડીનું વાવેતર કરવામાં આવ્યું હતું.


અગાઉ કપાસ, મગફળી જેવી પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ તેમાં અવનવા રોગો આવતા હોય તેમ જ ખર્ચની સામે ઉત્પાદન સારું ન મળતું હોય જેથી બાગાયત ખેતી કરવાનો વિચાર આવ્યો અને આ ખેતીની શરૂઆત કરવામાં આવી. હાલ લીંબુડીની માવજતમાં ઓર્ગેનિક તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે દેશી ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે. લીંબુડીનું વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષે તેમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થાય છે. લીંબુડીની ખેતીમાં ફ્લાવરિંગ સમયે રોગ જીવાત વધુ જોવા મળે. તેના નિયંત્રણ માટે દવાનો છટકાવ કરવામાં આવે છે.


આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી