Betel Leaf Plant: ભારતના દરેક રાજ્યમાં નાગરવેલના પાનનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પૂજા પાઠથી લઈને આયુર્વેદિક નુસખામાં પણ નાગરવેલના પાનનો ઉપયોગ થાય છે. આ પાનનો ઉપયોગ માઉથ પ્રશ્ન તરીકે પણ કરવામાં આવે છે. નાગરવેલના પાન બહુ ઉપયોગી હોય છે. આ પાન તમને ઘર બેઠા કમાણી પણ કરાવી શકે છે. જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો આ વેલને તમે ઘરે સરળતાથી ઉગાડી શકો છો. આ વેલ ઉગાડીને તમે ઘર બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો. જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો આ વેલ ઝડપથી ઉગી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ રીતે વાળમાં ગ્લિસરીનનો કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના વાળ થશે મજબૂત, શાઈની અને સ્મુધ


જો તમારા ઘરમાં ગાર્ડનિંગ માટે યોગ્ય જગ્યા હોય તો નાગરવેલના પાનની વેલ લગાવવી જોઈએ. આ વેલને ફેલાવવા માટે જો યોગ્ય જગ્યા મળે તો તે તમને સારી એવી કમાણી કરાવી શકે છે. આ વેલને તમે કુંડામાં પણ ઉગાડી શકો છો. કારણ કે નાગરવેલના પાનની ડિમાન્ડ આખું વર્ષ રહે છે. જો યોગ્ય જગ્યા મળે તો આ વેલમાં મોટા મોટા પાન આવે છે જેની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે. તમે પણ ઘરમાં પૂજા પાઠ હોય ત્યારે આ પાન બહારથી ખરીદતા હશો. તેવામાં જો તમે ઘરે જ થોડી મહેનત કરીને આ વેલ ઉગાડી લો છો તો તેના પાનને તમે પણ વેચીને કમાણી કરી શકો છો. 


આ પણ વાંચો: Spinach Benefits: પાલક ખાવાથી થતા આ ફાયદા વિશે જાણી બે હાથે ખાવા લાગશો આ ભાજી


નાગરવેલના પાન ઉગાડવા હોય તો જે જગ્યાએ વેલને વાવવાની હોય તે જગ્યા ને સારી રીતે સાફ કરો. તેની માટીને બરાબર રીતે ખોદી આસપાસની જગ્યામાંથી પણ નકામા કચરા અને વધારાના છોડને હટાવી દો. વેલ ઉગી જાય પછી પણ સમયાંતરે તેની આસપાસ સફાઈ કરતા રહેવું અને જરુર જણાયે ખાતર ઉમેરતા રહેવું.


આ પણ વાંચો: Banana Benefits: રોજ નાસ્તામાં એક કેળુ ખાવાની કરો શરુઆત, શરીરને થાય છે આટલા ફાયદા


ત્યાર પછી તે જગ્યામાં ફળદ્રુપ માટી સારી રીતે દબાવીને પાથરો. થોડી માટી પાથર્યા પછી તેમાં વેલને તેના પાન બહાર રહી તે રીતે રાખી ઉપરથી થોડી માટી ફરીથી દબાવો. વેલને વાવો ત્યારે થોડું પાણી છાંટી દેવું. ત્યાર પછી સમયાંતરે વેલમાં પાણી દેતા રહેવું. આ વેલને વધારે પાણીની જરૂર પણ પડતી નથી. જો આ વેલમાં વધારે પાણી નાખવામાં આવે તો તે ઝડપથી સડી જાય છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું. થોડા દિવસ તમે કેર કરશો એટલે વેલ ઝડપથી ઉગવા લાગશે. વેલ જેમ વધતી જાય તેમ તેને ફેલાવતા રહેવું.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)