ઈફ્કો ચૂંટણી બની વર્ચસ્વની લડાઈ : અમિત શાહના માનીતા સામે જયેશ રાદડિયાની સીધી જંગ
IFFCO India Election : ઈફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જામ્યો ખરાખરીનો જંગ, બિપીન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત ન ખેંચતા જામ્યો જંગ, બિપીન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યાનો દાવો, બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ભર્યું છે ફોર્મ
Jayesh Radadiya : આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. ભાજપે જેને મેન્ડેટ આપ્યો છે તે બિપીન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહિ ખેંચતા ખરાખરીનો જંગ બની રહેવાનો છે. બિપીન પટેલને ભાજપે મેન્ડેન્ટ આપ્યા હોવાનો દાવો છે. તો બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આમ, એક સીટ પર ત્રણ ઉમેદવારો મેદાને છે.
ઈફ્કોના ડિરેક્ટર માટે કોના કોના વચ્ચે જંગ
- જયેશ રાદડિયા
- બિપીન પટેલ
- મોડાસાના પંકજ પટેલ
આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવારો વચ્ચે જંગ થવાની છે. આગામી 9 મે ના દિવસે મતદાન થશે. ઈફ્કોમાં સૌરાષ્ટ્ર અને તેમાં રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ ૧૮૨ મતદારો છે, જેમાં 68 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે. આવામાં ગુજરાતના 180 મત વિભાજિત થઈ જવાની શક્યતા વધુ છે. આ મતોનુ વિભાજન થતા અણધાર્યું પરિણામ આવે તેવી શક્યતા છે. આ બતાવે છે કે, ભાજપના સહકાર સંગઠનમાં બે ભાગલા પડ્યાં છે.
સાવધાન! ફાઈવસ્ટાર હોટલનું ફૂડ પણ સુરક્ષિત નથી, ફ્રાયમ્સ સાથે મરેલી જીવાત પીરસાઈ
ભાજપમાં આંતરિક વિવાદ
હવે ઈફ્કોની ચૂંટણીમાં નવી ચર્ચા એ શરૂ થઈ છે કે, રાજ્ય સ્તરેથી મેળવવામાં આવેલા મેન્ડેટની માફક જ કેન્દ્ર સ્તરેથી નવા મેન્ડેટ ઈશ્યૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સહકારી ક્ષત્રેમાં મજબૂત પકડ ધરાવતા અમિત શાહ આ મામલે વિટો વાપરી તેવી ચર્ચા ઉઠી છે. આ વચ્ચે શિસ્તબદ્ધ પાર્ટીમાં બળવાખોરી થઈ છે. બિપીન પટેલે બળવાખોરો સામે પગલા લેવાની લાગણી વ્યક્ત કરી છે. તો બીજી તરફ, જયેશ રાદડિયા અને પંકજ પટેલે પોતાની તરફેણમાં કેન્દ્રીય નેતાગીરી તરફથી મેન્ટેડ ઈશ્યૂ થાય તેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. જયેશ રાદડિયાની વાત કરીએ તો તેઓ સૌરાષ્ટ્રના વગદાર નેતા છે. સૌરાષ્ટ્રના મત પર તેમનું સારુ વર્ચસ્વ છે. તેમજ મોડાસાના પંકજ પટેલ પણ સારું પીઠબળ ધરાવે છે. હવે આ વચ્ચે અમિત શાહના બિપીન પટેલ કેટલા ફાવી જાય છે તે તો 9 તારીખે ખબર પડશે.
ઈફ્કોની ચૂંટણી હવે રસાકસીભરી બની રહેશે
ઈફ્કોમા એક બેઠક માટે ચાર ઉમેદવારો આવતા ચૂંટણી રસાકસીભરી બની રહેશે. હવે મુદ્દો એ છે કે, ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે.
ભાજપનો પ્લાન B સફળ : રાજપૂતોએ ભાજપના સમર્થનમાં સંમેલન યોજ્યું, પાટીલે માન્યો આભાર
ભાજપે મેન્ડેટ આપવાનુ શરૂ કર્યું
ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યો છે. હવે આગામી દિવસમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં કારણ કે બિપીન પટેલ એ અમિત શાહના ખાસ છે.
ગુજરાતમાં ફરી એલર્ટ : રાજ્યના 10 જિલ્લાવાળા ખાસ સાચવજો, નવી આગાહી તમારા માટે છે
બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો
બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો છે. રાદડિયા ગત ચૂંટણીમાં ઈફ્કોમાં બિનહરિફ ચૂંટાયા હતા. ભાજપે બિપિન પટેલનો મેન્ડેટ જાહેર કરતાં હવે એ સ્પષ્ટ છે કે રાદડિયાને સાડલાઈન કરવાના મૂડમાં ભાજપ છે. ભાજપના મેન્ડેટ છતાં રાદડિયાએ ફોર્મ ભરી લેતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાદડિયા ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પણ ચૂંટણી લડી શકે છે. ઈફ્કોની ચૂંટણી 9મી મેના રોજ છે અને લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ છે. હવે રાદડિયા નારાજ રહે તો ભાજપને ભારે પડી શકે છે. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર જ નથી હોતી પણ હવે ભાજપ મેન્ડેટ જાહેર કરે છે. ભાજપે ઈફ્કો માટેનો મેન્ડેટ બિપિન પટેલને જાહેર કર્યો છે. આ સ્પષ્ટ છે કે રાદડિયાને સાઈડલાઈન કરાયા છે પણ જયેશ રાદડિયા ઝૂકવાના મૂડમાં જરા પણ નથી.
ગોળીબાર હનુમાન મંદિરના મહંત મદનમોહનદાસજીનું નિધન, 115 વર્ષે લીધા અંતિમ શ્વાસ