Jayesh Radadiya : આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે પહેલા ગુજરાતમાં નવુ રાજકારણ જોવા મળ્યું છે. ઈફ્કોમાં પણ ભાજપમાં આંતરિક ડખા જોવા મળી રહ્યાઁ છે. ઈફ્કોમાં એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા છે. ભાજપમાં ક્યાંય ઓલ ઈઝ વેલ નથી. તો બીજી તરફ, ભાજપ રાદડિયાનું પત્તુ કાપવાના ફિરાકમાં છે તેવી ચર્ચા વહેતી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર ફોર્મ ભરનારા કોણ


  • જયેશ રાદડિયા

  • બિપીન પટેલ

  • મોડાસાના પંકજ પટેલ

  • માણાવદરના વિજય દેવજીભાઈ ઝાટકી 


આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ દ્વારા અમદાવાદ ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના (બિપિન ગોતા) નામનો મેન્ડેટ જારી કરાયો છે. હવે મુદ્દો એ છે કે, ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. આ સીટ માટે છેલ્લા ચાર દિવસ ફોર્મ ભરાયાછે. દિલીપ સંઘાણી ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. આ વચ્ચે હવે અમદાવાદથી અમિત શાહના ખાસ ગણાતા બિપીન પટેલે ભાજપે મેન્ટેડ મોકલ્યું છે, તેથી તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે. તો હવે મોડાસાના પંકજ પટેલ અને માણાવદરના વિજય દેવજીભાઈ ઝાટકીએ પણ ઉમેદવારી નોંધાવી છે. આમ, એક જ જગ્યા માટે ચાર ઉમેદવારો આવ્યા છે. 


PM નો કમલમના ચોકમાં સંવાદ, 2022 બાદ 2024 માં પણ, સ્થળ એ જ માત્ર સમય બદલાયો


ઈફ્કોની ચૂંટણી હવે રસાકસીભરી બની રહેશે
ઈફ્કોમા એક બેઠક માટે ચાર ઉમેદવારો આવતા ચૂંટણી રસાકસીભરી બની રહેશે. હવે મુદ્દો એ છે કે, ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે. 


ભાજપે મેન્ડેટ આપવાનુ શરૂ કર્યું 
ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યો છે. હવે આગામી દિવસમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં કારણ કે બિપીન પટેલ એ અમિત શાહના ખાસ છે. 


મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહી


રાદડિયા સાઈડલાઈન
જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. જયેશ રાદડિયા હાલ જેતપુરના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના મંત્રીમંડળમાંથી પણ તેમની બાદબાકી કરાઈ છે. જોકે, રાદડિયાનું નામ લોકસભાની ટિકિટ માટે પણ ચર્ચાયુ હતું. પંરતુ તેમને ટિકિટ અપાઈ ન હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પર મજબૂત પકડ ધરાવતા રાદડિયાને હવે શું ઈફ્કોમાંથી પણ હટાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેવા સવાલો વહેલા થયા છે. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ પણ ચૂંટણી વખતે મતભેદો બહાર આવ્યા હતા. ત્યારે શુ ફરી એકવાર નવાજૂની થશે.  


બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો
બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો છે. રાદડિયા ગત ચૂંટણીમાં ઈફ્કોમાં બિનહરિફ ચૂંટાયા હતા. ભાજપે બિપિન પટેલનો મેન્ડેટ જાહેર કરતાં હવે એ સ્પષ્ટ છે કે રાદડિયાને સાડલાઈન કરવાના મૂડમાં ભાજપ છે. ભાજપના મેન્ડેટ છતાં રાદડિયાએ ફોર્મ ભરી લેતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાદડિયા ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પણ ચૂંટણી લડી શકે છે. ઈફ્કોની ચૂંટણી 9મી મેના રોજ છે અને લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ છે. હવે રાદડિયા નારાજ રહે તો ભાજપને ભારે પડી શકે છે. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર જ નથી હોતી પણ હવે ભાજપ મેન્ડેટ જાહેર કરે છે. ભાજપે ઈફ્કો માટેનો મેન્ડેટ બિપિન પટેલને જાહેર કર્યો છે. આ સ્પષ્ટ છે કે રાદડિયાને સાઈડલાઈન કરાયા છે પણ જયેશ રાદડિયા ઝૂકવાના મૂડમાં જરા પણ નથી.


રૂપાલા વિવાદ વચ્ચે જામનગરમાં પિક્ચર બદલાયું : ક્ષત્રિયોએ આપ્યું પૂનમ માડમને સમર્થન