Gujarat Farmers : ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક તરફ સાબરકાંઠાના તમાકુની ખેતી કરતા ખેડૂતો હરખાયા છે. તમાકુના ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં ઉંચા ભાવ મળ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 500 રૂ વધુ ભાવ બોલાયો હતો. ત્યારે ખેડૂતોમાં આનંદની હેલી ફેલાઈ છે. તો બીજા સમાચાર ગોંડલ માર્કેટયાર્ડ અને ઉંઝા માર્કેટયાર્ડના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને તમાકુના ઉંચા ભાવ મળ્યા 
સાબરકાંઠાના હિંમતનગરમાં કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેને લઈને તાલુકાના 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા. તો તમાકુનો પ્રથમ દિવસે હરાજીમાં રૂ 2400 સુધીનો ભાવ બોલાયો હતો હતો. હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જિન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ઉપરાંત ઊંઝા વિજાપુરના 13 જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી. હિંમતનગર તાલુકાના 7 જેટલા વેપારીઓ તમાકુ અને ગાળિયુ વેચવા આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 500 રૂ વધુ ભાવ બોલાયો હતો. હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે 565 જેટલી બોરીની આવક થઈ હતી. જેના 65 બોરી ગાળીયાની ખરીદી થઈ હતી. તો તમાકુનો ભાવ પ્રતિ 20 કિલોએ રૂ 1720 થી રૂ 2400 ભાવ બોલાયો હતો. તો ગળીયા નો પ્રતિ 20 કિલોએ રૂ રૂ 1000 થી રૂ 1165 ભાવ બોલાયો હતો. 


ચૂંટણી પંચનું મોટું એક્શન : ગુજરાતમાં ફરી એકવાર બદલીના આદેશ આપ્યા, 2 SP ઝપટે ચડ્યા


ગોંડલ માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રહેશે 
ગોંડલ માર્કેટિંગ યાર્ડ આગામી તહેવાર તેમજ માર્ચ એન્ડીંગને લઈને 8 દિવસ કામકાજ બંધ રહેશે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક ને લઈને મોખરે સ્થાન ધરાવે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગ ને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આગામી રવિવાર અને સોમવારના હોળી - ધુળેટી ના પર્વને લઈને તેમજ તા. 26 થી 31 માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે.


મોદીના મંત્રી રૂપાલાને આવશે ટેન્શન, ક્યાંક ભારે ન પડે આ લેઉવા પાટીદાર


1/4/24 ને સોમવાર થી યાર્ડનું કામકાજ શરૂ થશે
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે, ત્યારે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ હોળી - ધુળેટીનો પર્વ તેમજ માર્ચ એન્ડિંગને લઈને જાહેર હરાજી સહિત યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. માત્ર હોળી - ધુળેટીના તહેવાર બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઓફિસનું કામકાજ ચાલુ રહેશે. જેને લઈને સૌરાષ્ટ્રભરમાંથી આવતા ખેડૂતો, વેપારીઓ, વાહન માલિકો તા. 24 માર્ચને રવિવાર થી 31 માર્ચ રવિવાર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવકો તેમજ હરાજીને લાગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે. જેની દરેકે નોંધ લેવી. તેમજ યાર્ડના સત્તાધીશો દ્વારા આવકને લઈને કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવે છે.


પગપાળા દ્વારકા જઈ રહેલા 40 પદયાત્રીઓને થયું ફૂડ પોઈઝનિંગ, મંદિરમાં નાસ્તો કર્યો હતો


ઊંઝા યાર્ડ 9 દિવસ બંધ રહેશે
એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે. ઊંઝા માર્કેટ યાર્ડ ૨૪ માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચ મહિનાના હિસાબી કામકાજ માટે હરાજીનું કામકાજ બંધ રહેશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ થશે. ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશન અને ઊંઝા વેપારી મંડળની માંગણીને લઈ apmc એ આ નિર્ણય લીધો છે.