Gujarat Farmers : એ  વાત તો તમને ખબર જ હશે કે જે પરિવારમાં દાદા-પિતા કે પર દાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે, માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે. જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત ધારાનો કડક કાયદો છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોતધારાનો કાયદો ખુબ જ સરળ છે. કોઈ મોટી ગુંચવણો નથી, ઘણી છૂટછાટો મળે છે. હાલમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી ખેડૂત બની શકતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સાથે હજારો એકર જમીનનો માલિક બની શકે


ગુજરાતમાં જમીનોના ભાવો વધારે હોવાથી આ કાયદો વ્યાપક છે કારણ કે કોઈ પણ વ્યક્તિ એક સાથે હજારો એકર જમીનનો માલિક બની શકે છે. હવે એ શક્ય બની શકે છે. ગુજરાત સરકાર ગણોતધારા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. જેને પગલે કોઈ પણ ગુજરાતી ખેડૂત ન હોવા છતાં જમીન ખરીદી શકશે. આ માટે એક કમિટી પણ બનાવાઈ છે. જે તેનો રિપોર્ટ થોડા દિવસમાં સરકારને સોંપશે. 


ખેતીની જમીન ખરીદવા માટે જન્મે 'ખેડૂત' હોવું અનિવાર્ય નહીં રહે


ગુજરાતમાં સરકારે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં જમીન ખરીદી શકે એ માટે ગણોતધારાના કાયદામાં સુધારા કરવાનો નિર્ણય લીધો છે. જે માટે એક કમિટી બનાવી પણ છે. ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનના નિયમન માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ અસ્તિત્વમાં છે. આ કાયદો જમીન સુધારાના ભાગરૂપે (Land Reform) મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે ઘડવામાં આવ્યો હતો.


જમીન ખરીદવા માટે જન્મે 'ખેડૂત' હોવું અનિવાર્ય


ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મે 'ખેડૂત' હોવું અનિવાર્ય છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. જેના નિવારણ માટે ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ- TP, ઝોનિંગનો ઈરાદો જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે. જોકે, જમીન ખરીદનારને ખેડૂતનો દરજ્જો નહીં મળે. 


ગુજરાતમાં જમીન ખરીદીના બદલાઈ રહ્યાં છે નિયમો, જમીનોના ભાવમાં આવશે ધૂમ તેજી


જમીન ગઈ તો બિનખેડૂત બની જશો
ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે. આ કાયદામાં ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ, કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શક્તો નથી.  હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે. પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદાની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય અને તે બીજી જમીન ધારણ ન કરી શકે.


9થી 12નો અભ્યાસ પૂરો કરનારી દરેક કન્યાને મળશે 50,000 રૂપિયા, જાણો બીજી યોજનામાં શું


60 દિવસમાં અરજી કરવી પડે
કોઈ સાચા ખેડુત ખાતેદાર છે અને ખેતી ઉપર નિર્ભર છે તેવા ખેતીની જમીન ધારકની જમીન એક જગ્યાએથી પુરેપુરી વેચી દે અને રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને જાહેર હેતુ માટે જમીન સંપાદન થવાથી બિનખાતેદાર થાય અને જે વળતરની રકમમાંથી બીજી જગ્યાએ જમીન ખરીદવી હોય તો તે માટે સરકારના મહેસૂલ વિભાગના તા.૨૪-૧-૨૦૦૩ના ઠરાવ ક્રમાંક: - ગણત-૨૬૯૯/૪૩૪૩/ઝ અન્વયે નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે ખેડુતે તમામ જમીનનું વેચાણ કરી દીધું હોય અને ખેડૂતનો દરજ્જો ચાલુ ન રહે તેવી સ્થિતિ હોય તે સંજોગોમાં 'ખેડુત પ્રમાણપત્ર' મેળવવા માટે જમીન વેચાણ થયા તારીખથી કલેક્ટરને ૬૦ દિવસની મર્યાદામાં અરજી કરી દેવાની છે. 


હાલના કાયદાને કારણે શું તકલીફ પડે છે?
હાલ જે જન્મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. ઔદ્યોગિક વિકાસ માટે જો કોઈ વ્યક્તિ જમીન ખરીદવા માંગતું હોય અને બીજી તરફ ખેડૂત વેચાણ કરવા માંગતો હોય તો પણ તે વેચાણ થઈ શકતી નથી. વર્તમાન સ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે. 


હાલ ગણોતધારામાં શું છે જોગવાઈ?
અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કેમ કે કે ખેડૂતો ખેડૂતો પોતાની પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે છે. જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40 ટકા જેટલું પ્રિમિયમ સરકારને ભરવું પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે.


મોટો 'ખેલ' પાડવાની તૈયારીમાં BJP? પિતા નવસારીથી તો પુત્રી આ બેઠક પરથી લડી શકે ચૂંટણી


બિનખેડૂત વ્યક્તિ પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ ?
અન્ય રાજય એટલે કે પરપ્રાંતનો ખેડૂત ગુજરાત રાજ્યમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહીં. ખેડૂત સાથે બિનખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે ખેતીની જમીન ખરીદી શકે નહીં. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહીં. ગુજરાત રાજયનો વ્યકિત પણ આવા સંજોગોમાં ગુજરાતમાં પણ ખેતીની જમીન ખરીદી શક્તો નથી પણ હવે સરકાર નિયમોમાં બદલાવ કરવા જઈ છે. ગણોતધારો કાયદો બદલાઈ ગયો તો કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે. જેમાં જમીનોના ભાવ તો ઉંચકાઈ જશે પણ ખેડૂતોની જમીન છીનવાશે તેમાં નવાઈ નહી...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube