Ginger Plant: આ રીતે કુંડામાં ઉગાડો આદુ, ઘરમાં વાપર્યા પછી પાડોશીઓને આપવા માટે પણ વધશે એટલું ઉગશે એક કુંડામાં
Grow Ginger Plant At Home: ઘરે કુંડામાં જો તમે એકવાર આદુ ઉગાડી લો છો તો પછી રોજના ઉપયોગ જેટલું આદુ તમને ઘરે જ સરળતાથી મળી રહેશે અને તમારે બજારમાંથી આદુ લેવું નહીં પડે.
Grow Ginger Plant At Home: આદુ એવો લીલો મસાલો છે જેનો ઉપયોગ રોજેરોજ ઘરમાં થાય છે. રસોઈથી લઈને ચા અને ઘરેલુ નુસખામાં પણ આદુનો ભરપૂર ઉપયોગ થાય છે. બારેમાસ ઉપયોગમાં લેવાતા આદુના ભાવ સામાન્ય શાકભાજી કરતા હંમેશા વધારે હોય છે. ઘણી વખત તો આદુના ભાવ ખૂબ જ વધી જતા હોય છે. આદુનો ઉપયોગ રોજે રોજ થતો હોવાથી આદુ મોંઘુ થઈ જાય તો પણ લેવું તો પડે જ છે.
શું તમે જાણો છો કે આ લીલો મસાલો એવો છે જેને તમે ઘરે સરળતાથી કુંડામાં વાવી શકો છો ? ઘરે કુંડામાં જો તમે એકવાર આદુ ઉગાડી લો છો તો પછી રોજના ઉપયોગ જેટલું આદુ તમને ઘરે જ સરળતાથી મળી રહેશે અને તમારે બજારમાંથી આદુ લેવું નહીં પડે.
આ રીતે ઘરે કુંડામાં ઉગાડો આદુ
આ પણ વાંચો: ઘરે કુંડામાં જ સરળતાથી ઉગાડો નાગરવેલના પાન, ગણતરીના દિવસોમાં શરુ થઈ જશે કમાણી
- જો તમારે ઘરે કુંડામાં આદુ ઉગાડવું હોય તો સૌથી પહેલા કુંડામાં આદુ ઉગાડવા માટેની માટી તૈયાર કરો. આદુ ઉગાડવા માટે 50% માટીમાં 25% કોકોપીટ અને 25% ખાતર મિક્સ કરો.
- આ રીતે માટી તૈયાર કરી લીધા પછી તેને કુંડામાં ભરી દો. આદુ ઉગાડવા માટે કુંડું એવું પસંદ કરવું જે પહોળું હોય. કારણ કે આદુનો છોડ પહોળાઈમાં વધે છે. જો પહેલાથી જ કુંડું વ્યવસ્થિત લીધું હશે તો સારી રીતે આદુના છોડ ઉગશે.
આ પણ વાંચો: Milky Mushroom: માત્ર 15 રૂપિયાના ખર્ચે શરુ કરો મિલ્કી મશરૂમની ખેતી, થશે 10 ગણો નફો
- તૈયાર કરેલી માટીમાં આદુની એક ગાંઠ વાવી દેવી. આદુની ગાંઠ એવી હોવી જોઈએ જે ઉગવા લાગી હોય એટલે કે તેની આજુબાજુ નાની નાની ડાળખી દેખાતી હોય. આ પ્રકારનું આદુ ઊભું રહે તે રીતે માટીમાં વાવી દેવું.
- આદુને માટીમાં વાવ્યા પછી ઉપરથી થોડું પાણી છાંટી દેવું. આદુને વાવ્યા પછી તેને અંકુરિત થઈને બહાર નીકળતા બેથી ચાર અઠવાડિયાનો સમય લાગે છે. તેથી આદુ આવ્યા પછી નિયમિત રીતે તેમાં થોડું થોડું પાણી છાંટતા રહેવું. કુંડામાં પાણી વધારે ન રેડવું જો વધારે પાણી રેડશો તો આદુ અંદર જ સડી જશે. માટે ભીની રહે એટલું જ પાણી છાંટવું.
આ પણ વાંચો: ગાય અને ભેંસનું દૂધ ઉત્પાદન વધારવા માટે ઘરે જ બનાવો આ દવા, 10 દિવસમાં અસર દેખાશે
- સાથે જ કુંડામાં પાણી છાંટ્યા પછી તેને રોજ બે થી ત્રણ કલાક તડકામાં રહેવા દેવું. આટલું ધ્યાન રાખશો એટલે 4 અઠવાડિયામાં જ આદુ અંકુરિત થઈને બહાર દેખાવા લાગશે.
- આદુ ઉગવા લાગે પછી દર એક કે દોઢ મહિનામાં કુંડામાં થોડું થોડું ખાતર નાખવું. કુંડામાં આદુ તૈયાર છે કે નહીં તે તેના છોડના કલર પરથી ખબર પડી જશે. જ્યારે તેમાં ઉગેલા છોડના પાન પીળા પડવા લાગે તો સમજી જજો કે અંદર આદુ તૈયાર છે. માટીમાંથી આદુ કાઢી તેને ધોઈને ઉપયોગમાં લઈ શકો છો.
આ પણ વાંચો: સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)