લીંબુની આ જાતનો છોડ લગાવવા પર 12 વર્ષ સુધી મળશે ફળ, દર મહિને થશે 1.50 લાખથી વધુની કમાણી
લીંબુની કાગઝી વેરાયટી (Lime Lemon Cultivation)આજકાલ ખુબ વધુ પ્રચલિત થઈ રહી છે. જેનો એક છોડ 200 રૂપિયાની આસપાસ મળે છે. એક છોડ સતત 12 વર્ષ સુધી ફળ આપે છે.
નવી દિલ્હીઃ લીંબુ (Lemon)ના ઘણા ફાયદા વિશે તમે સાંભળ્યું હશે. તેમાં વિટામિન સીની સારી માત્રા હોવાને કારણે ડોક્ટર પણ તેના સેવનની સલાહ આપે છે. સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગરૂકતાને કારણે લીંબુના વપરાશમાં તેજી આવી છે. ગરમીમાં તેના ભાવ આસમાન પર પહોંચી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેની ખેતીથી ઘણા ખેડૂત દર મહિને દોઢ લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યાં છે.
કાગઝી લીંબુથી ખેડૂતો બની રહ્યાં છે માલામાલ
લીંબુનું કાગઝી વેરાયટી (Lime Lemon Cultivation)આજકાલ ખુબ પ્રચતિલ બની રહી છે. જેનો એક છોડ 200 રૂપિયાની આસપાસ મળી જાય છે. એક છોડ 12 વર્ષ સુધી ફળ આપે છે. એટલું જ નહીં લીંબુની આ જાતનું ફળ સામાન્યથી વધુ હોય છે. એક છોડમાં 3000થી 5000 ફળોનું ઉત્પાદન થાય છે. તેના દ્વારા ખેડૂતો સારી કમાણી કરી શકે છે.
લીંબુના બગીચા લગાવી રહ્યાં છે ખેડૂતો
ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં લીંબુની આ જાતના 200-300 છોડ લગાવ્યા છે. જેમાં શરૂઆતમાં તો ઓછું ઉત્પાદન થાય છે. પરંતુ ધીમે ધીમે ઉત્પાદનમાં વધારો થાય છે. ત્યારબાદ ખેડૂતો દર મહિને 1.50 લાખથી વધુની કમાણી કરી શકે છે.
સામાન્ય દેખરેખની જરૂર
લીંબુની આ ખાસ જાતના છોડને રોપ્યા બાદ સામાન્ય દેખરેખની જરૂરીયાત હોય છે. સારી રીતે ધ્યાન રાખવામાં આવે તો વધુ સારૂ ઉત્પાદન લઈ શકાય છે. જેમાં એક વર્ષમાં ખેડૂતો ત્રણવાર પાક લઈ શકે છે. તેમાં એક વખતમાં 18-20 હજાર લીંબુ આરામથી નિકળે છે. હોલસેલ માર્કેટમાં એક પીસ લીંબુ ઓછામાં ઓછા ત્રણ રૂપિયામાં વેચાઈ છે.
નુકસાનથી બચવા માટે કીટ અને રોગ પર આપો ધ્યાન
લીંબુના પાકમાં ઘણા પ્રકારના કીટાણુ અને રોગો થવાનું અનુમાન રહે છે. જેની યોગ્ય સમયે ઓળખ કરવી જરૂરી છે. જેના કારણે ખેડૂતો આર્થિક નુકસાનથી બચી શકે છે. કાગળના લીંબુ લીંબુ બટરફ્લાય, લીફ માઇનર, સાઇટ્રુસીલા અને સાઇટ્રસ કેન્કર જેવા રોગોથી પીડાય છે. જેને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને બચાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube