Farming Idea: 20 હજારના ખર્ચે થશે 4 લાખ સુધીનો નફો, આ ફૂલની ખેતી કરી ખેડૂત બની શકે છે રાતોરાત લખપતિ
Marigold Farming: ગલગોટાના ફૂલની માંગ બારેમાસ રહે છે. આ ફૂલની ખેતી કરવામાં ખેડૂતોને નફો વધારે થાય છે. એક એકરમાં ગલગોટાની ખેતી કરવામાં આવે તો ખર્ચ 20 હજાર જેટલો થાય છે અને 60 દિવસમાં તેમાં ફૂલ આવવા લાગે છે. ખેડૂતોને આ ફૂલથી 2થી 4 લાખ સુધીનો નફો મળી શકે છે.
Marigold Farming: છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોમાં ફૂલની ખેતીનું ચલણ વધી રહ્યું છે. કારણ એવું છે કે ફૂલની ખેતી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ફાયદો કરાવે છે. ખેડૂતોને લખપતિ કરતા ફૂલમાં ગલગોટા ના ફૂલ નો પણ સમાવેશ થાય છે. ગલગોટા ના ફૂલ ની ખેતી કરવાથી ખેડૂતો લખપતિ બની શકે છે. કારણ કે આ ફૂલની માંગ બારેમાસ રહે છે. આ ફૂલની ખેતી તમે 20000 રૂપિયાના ખર્ચે પણ શરૂ કરી શકો છો અને તમને લાખો રૂપિયાનું વળતર તેમાંથી મળી શકે છે.
આ પણ વાંચો:
માર્કેટમાં 1000 રૂપિયે કિલો વેંચાતી બ્લુબેરી તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે
ખેડૂતો માટે ખુશખબર : કેન્દ્ર સરકાર દર મહિને આપશે 3000નું પેન્શન, આ રીતે મેળવો પેન્શન
20,000 રૂપિયે કિલો વેંચાય છે આ સુગંધી વસ્તુ, ખેતી કરી વર્ષમાં જ બની જશો કરોડપતિ
દાખલા તરીકે તમે એક એકર જમીનમાં ગલગોટા ના ફૂલ વાવો છો તો તેનો ખર્ચ લગભગ 15 થી 20,000 જેટલો થાય છે તેની સામે તમને બે થી ચાર લાખનો નફો મળે છે. જેના કારણે ફૂલની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે.
ગલગોટાના ફૂલ બારેમાસ ડિમાન્ડમાં હોય છે. તેના પાનમાં ઔષધીય ગુણ હોય છે. આ સિવાય તેનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમોમાં પણ અને શણગારમાં પણ થતો હોય છે. આ ફૂલની ખેતીમાં નુકસાન જવાની પણ ઓછી શક્યતા હોય છે કારણ કે પશુ આ ફૂલને ખરાબ કરતા નથી અને આ છોડમાં જીવજંતુ લાગવાનું જોખમ પણ હોતું નથી. આ ફૂલની ખેતીની સાચવણી પણ ખર્ચાળ નથી. ગલગોટાની ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે 45 થી 60 દિવસની અંદર તેમાં ફૂલ આવી જાય છે અને તેમાંથી આવક શરૂ થઈ જાય છે.