જયેશ ભોજાણી/રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીના 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષ પછી આયેશા કેસમાં દર્દનાક શબ્દો સાથે પિતાએ કહ્યુ; આરિફે લખ્યું 'ટાઈગર ઈઝ બેક'


આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને ડુંગળીના ગુણવત્તા અનુસાર પ્રતિ 20 કિલો 100 રૂપિયાથી લઈ ₹500 સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી સહિતની જણસીના વેચાણ અર્થે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતાં હોય છે. 


યાત્રીગણ ધ્યાન દે...! મહાકુંભને લઇને અમદાવાદથી દોડશે 3 સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી શરૂ


યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યુ હતુ કે યાર્ડમાં ૩ લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી. ખેડુતોને ડુંગળીના ૨૦ કિગ્રાના ભાવ ૧૦૦થી ૫૦૦ રૂપિયા સુઘી બજાર ભાવ મળ્યા છે. અહીં, જૂનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડુતો ડૂંગળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. 


આવી રહ્યો છે ખતરો! રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, ભારે વરસાદની ચેતવણી, જાણો શુ છે આગાહી


અન્ય રાજ્યમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા આવી પોહચ્યા
ગોંડલ યાર્ડમાં બહારના રાજ્ય માંથી વેપારીઓ જણસીઓ ખરીદ કરવા માટે આવતા હોય છે. ત્યારે લાલ ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના એક્સપર્ટઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.  અને ખેડૂતોએ મહા મહેનતે પકવેલ ડુંગળીનો સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવતા હોય છે.


'17 વર્ષ સુધી રમ્યો, હવે સમય આવી ગયો છે કે...', રોહિત પર આ શું બોલ્યા દિનેશ કાર્તિક?


અન્ય જિલ્લાઓ માંથી ખેડૂતો માલ વેચવા અહીં આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવક કરવામાં આવી હતી. યાર્ડના ગ્રાઉન્ડમાં જ્યાં નજર ત્યાં લાલ ડુંગળીના કટ્ટાના થપ્પા લાગી જવા પામ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો વાહનોમાં લાલ ડુંગળીની જણસી ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પોહચ્યા હતા. તેનું એકમાત્ર કારણ એ છે કે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.