PM Kisan: 15મો હપ્તો મેળવવા માટે આ 3 કામ કરાવવા જરૂરી, બાકી અટકી જશે પૈસા
PM Kisan 15th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યયમથી કેન્દ્ર સરકાર દરેક નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે.
નવી દિલ્હીઃ PM Kisan 15th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)ના માધ્યમથી દરેક નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની વાર્ષિક સહાયતા આપવામાં આવે છે. કિસાનોના ખાતામાં પીએમ-કિસાનનો 14મો હપ્તો 27 જુલાઈએ મોકલી દેવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 15માં હપ્તાની રાહ જોઈ રહ્યાં છે.
15માં હપ્તા માટે અરજી શરૂ
પીએમ કિસાન યોજનાના 15માં હપ્તા માટે અરજી શરૂ થઈ ગઈ છે. જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો કોમન સર્વિસ સેન્ટર (CSC)દ્વારા અરજી કરી શકો છો. આ સિવાય તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગ ઇન કરી રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
3 કામ જરૂર કરાવી લેજો
પ્રધાનંમત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)નો આગામી હપ્તો જોતો હોય તો દરેક ખેડૂતોએ આ ત્રણ કામ જરૂર કરાવવા પડશે.
આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO, 500 રૂપિયાને પાર લિસ્ટિંગના સંકેત
તમારા જમીનના દસ્તાવેજનો અપલોડ કરો.
તમારા આધારને એક્ટિવ બેન્ક ખાતા સાથે લિંક કરો.
તમારા e-KYC ને પૂરુ કરો.
પીએમ કિસાન સન્માન નિધિથી ખેડૂતોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે. પીએમ કિસાન યોજના હેઠળ 2.50 લાખ કરોડથી વધુ રકમ કિશાનોના ખાતામાં સીધી જમા કરાવી દેવામાં આવી છે.
હેલ્પલાઇન નંબર
પીએમ કિસાન યોજનાથી સંબંધિત કોઈપણ સમસ્યાના સમાધાન માટે સત્તાવાર હેલ્પલાઇન નંબર 155261 કે ટોલ ફ્રી નંબર 1800115526 પર સંપર્ક કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube