કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે હજારો રૂપિયા, ભાજપે કહ્યું આ છે મોદીની ગેરંટી!
PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી 28મી ફેબ્રુઆરીના રોજ PM કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો રિલીઝ કરશે. કેન્દ્ર સરકારની આ સૌથી મહત્વની યોજના છે. દેશના કરોડો ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે.
PM Kisan 16th Instalment: નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2014માં પહેલીવાર જ્યારે લોકસભા જીતીને દિલ્લીની ગાદી પર બિરાજમાન થયા ત્યારે તેમણે કહ્યું હતુંકે, આ સરકાર ખેડૂતો, શ્રમિકો, શોષિતો અને ગરીબોની સરકાર છે. એ વિધાનને અનુરૂપ આજે લગભગ કેન્દ્રમાં બે ટર્મ પુરી થવાને આરે છે તેમ છતાં આજે પણ એ જ પ્રમાણે મોદી સરકાર ખેડૂતો સહિત વિવિધ વર્ગોની ચિંતા કરી રહી છે. જેનું મોટું ઉદાહરણ છે ખેડૂતોને આપવામાં આવતી સરકારી સહાય. તેમાંથી જ એક યોજના જેનું નામ છે પીએમ કિસાન નિધિ યોજનાનો આગામી હપ્તો આવતીકાલે ખેડૂતોના ખાતામાં જમા થશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 16મા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. પીએમ મોદી 28 ફેબ્રુઆરી (બુધવાર)ના રોજ યોજનાનો હપ્તો જાહેર કરશે. લગભગ નવ કરોડ લાભાર્થી ખેડૂતોને તેનો લાભ મળશે. તાજેતરમાં, સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in) પર PM કિસાન સન્માન નિધિના હપ્તાની રજૂઆત વિશે માહિતી આપવામાં આવી હતી. આ કેન્દ્ર સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના છે અને આ અંતર્ગત લાભાર્થીઓને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે.
15મો હપ્તો નવેમ્બરમાં આવ્યો હતો-
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આ નાણાં પ્રત્યેક રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અગાઉ, 15મા હપ્તાના રૂ. 2000 લાભાર્થીઓના ખાતામાં 15 નવેમ્બર 2023ના રોજ DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે સમયે પણ 8 કરોડથી વધુ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાની રકમ પહોંચાડવામાં આવી હતી.જો કોઈ ખેડૂતને ઈ-કેવાયસી પૂર્ણ ન થવાને કારણે અથવા અન્ય દસ્તાવેજોના અભાવે 15મો હપ્તો ન મળ્યો હોય અને હવે તેણે પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. . તેથી આ વખતે આવા ખેડૂતોના ખાતામાં રૂપિયા 4000 આવશે તેવી આશા છે.
કોઈપણ સમસ્યા હોય તો અહીં સંપર્ક કરોઃ
વડાપ્રધાન કિસાન સન્માન નિધિ સંબંધિત કોઈપણ સમસ્યાના કિસ્સામાં, ખેડૂતો pmkisan-ict@gov.in પર ઈ-મેલ કરી શકે છે. આ સિવાય તમે 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા PM-કિસાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ (કિસાન ઈ-મિત્ર) પણ વિવિધ ભાષાઓમાં રજૂ કરવામાં આવી છે. તેના દ્વારા પણ ખેડૂતોની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી છે.
લાભાર્થીનું સ્ટેટસ તપાસોઃ
> સૌ પ્રથમ PM-Kisan Nidhi pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
> આ પછી હોમપેજ પર આપેલા 'ફાર્મર કોર્નર' પર જાઓ.
> હવે 'બેનિફિશ્યરી સ્ટેટસ' પર ક્લિક કરો.
> ડ્રોપ-ડાઉન મેનૂ પર જાઓ અને રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અથવા ગામ પસંદ કરો.
> હવે સ્ટેટસ જોવા માટે 'Get Report' પર ક્લિક કરો.
કોને નહીં મળે યોજનાનો લાભ?
પીએમ-કિસાન યોજનાનો લાભ એવા ખેડૂતોને ઉપલબ્ધ નથી કે જેમના વતી આવકવેરો ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, નગર નિગમોના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખો અને રાજ્ય વિધાનસભા, રાજ્ય વિધાન પરિષદ, લોકસભા અથવા રાજ્યસભાના ભૂતપૂર્વ અથવા વર્તમાન સભ્યો જેવા બંધારણીય હોદ્દા ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર નથી. 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર PM કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે.