PM Kisan Samman Nidhi Yojana: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારત સરકાર દ્વારા પણ ખેડૂતોને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં અલગ-અલગ કાર્યોને લઇને અલગ-અલગ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવે છે. તેમંથી એક યોજના છે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2019 ના રોજ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજના અંતગર્ત ખેડૂતોને વાર્ષિક ₹6000 ની આર્થિક મદદ કરવામાં આવે છે. સરકાર દ્વારા 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવે છે. અત્યાર સુધી તેના કુલ 16 હપ્તા ઇશ્યૂ કરવામાં આવ્યા છે. ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઇ રહ્યા છે. આ હપ્તા પહેલાં શું કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં કોઇપણ પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ.  


બદલાયા નથી કોઇ નિયમ
હંમેશા જ્યારે કિસાન સન્માન નિધિ યોજના (PM KIsan Samman Nidhi Yojana) નો હપ્તો આવવાનો હોય છે. ત્યારે ખેડૂતોના મનમાં સવાલ થાય છે. ક્યાં આ યોજનાને લઇને નિયમોમાં ફેરફાર તો કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઇએ કે એવું નથી. જ્યારે ખેડૂતોનું કેવાઇસી પુરુ છે અને તેના આધારે તેમના ખાતા લિંક છે. જેમને તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી પુરી કરી લીધી છે. તે ખેડૂતોને યોજનાનો લાભ નિરંતર મળતો રહેશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM KIsan Samman Nidhi Yojana) નો આગામી હપ્તાનો લાભ ભારતના લગભગ 9 કરોડ ખેડૂતોને મળશે. 


ક્યારે આવશે આગામી હપ્તો? 
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM KIsan Samman Nidhi Yojana) અંતગર્ત આપવામાં આવતી નાણાકીય રકમથી ઘણા ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. એટલા માટે ઘણા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. હાલ ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરી 2024ના રોજ સરકાર દ્વારા આ યોજનાનો 16મો હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. એવો અંદાજ છે કે યોજનાનો 17મો હપ્તો વર્ષના અંત સુધીમાં આવી શકે છે.


કિસાનો માટે હેલ્પલાઇન નંબર
જો તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળી શક્યો નથી તો તમે કિસાન ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. આ સિવાય પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 કે 1800115526 (Toll Free)કે પછી 011-23381092 પર સંપર્ક કરી શકો છો.