100 વર્ષમાં ફક્ત એક જ વાર સંપૂર્ણ ફૂલોથી લદાયેલો જોવા મળે છે આ છોડ! ખુબીઓ જાણી દંગ રહેશો
Puya raimondii Plant: પ્રકૃતિમાં એવા અનેક રહસ્યો છૂપાયેલા છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ દુર્લભ છોડ વર્ષમાં ફક્ત એકવાર ખીલે છે. 100 વર્ષમાં એકવાર થાય છે. ખુબ જ દુર્લભ અને વિશાળકાય છે આ છોડ.
Puya raimondii Plant: પ્રકૃતિમાં એવા અનેક રહસ્યો છૂપાયેલા છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ દુર્લભ છોડ વર્ષમાં ફક્ત એકવાર ખીલે છે. 100 વર્ષમાં એકવાર થાય છે. ખુબ જ દુર્લભ અને વિશાળકાય છે આ છોડ. 12000 ફૂટની ઊંચાઈ પર ઊંગતો આ છોડ દક્ષિણ અમેરિકામાં થાય છે. આ દુર્લભ છોડ લુપ્તપ્રાય પ્રજાતિમાં સામેલ છે. તે એન્ડીઝ ની રાણી (Queen of the Andes) તરીકે પણ ઓળખાય છે. આ છોડની ઊંચાઈ 33 ફૂટ હોય છે. જેના કારણે જ્યારે તેમાં ફૂલ આવે તો તે દૂરથી જ દેખાતા હોય છે.
ખરાબ માટીમાં ઉગનારો આ છોડ જ્યારે 80થી 100 વર્ષની આયુ સુધી પહોંચે છે ત્યારે તેમાં ફૂલ આવવા લાગે છે. એક સાથે ફૂલોની લાઈન લાગે છે. જોવામાં કેક્ટસ જેવો હળતો ભળતો આ છોડ ખુબ ખુબીઓ ધરાવે છે. cbsnews.com ના રિપોર્ટ મુજબ પુયા રાયમોન્ડીના દુર્લભ છોડ અને ફૂલને જોવાની તક લોકોને એકવાર જ મળે છે.
તેને દુનિયાનો સૌથી ઊંચો ફ્લાવર સ્પાઈક તરીકે પણ ઓળખે છે. perunorth.com ના રિપોર્ટ મુજબ પુયા માયમોન્ડી દુનિયાનો સૌથી મોટો બ્રોમેલિયાડ છે. તેના છોડ પર એક સાથે હજારોની સંખ્યામાં સફેદ ફૂલ ખીલે છે. જે તેની સુંદરતાને દૂર દૂર સુધી ફેલાવે છે. જ્યારે છોડ પર લાગેલા તમામ ફૂલ ખીલી જાય તો છોડ ધીરે ધીરે મુરઝાવવા લાગે છે. પછી સૂકાઈને મરી જાય છે. તેની સોશિયલ મીડિયા પર તસવીરો પણ ખુબ શેર થાય છે. જ્યારે તેમાં ફૂલ લદાય છે ત્યારે તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.