Success Story: 2 ભાઈઓનો કમાલ, બેંકની નોકરી છોડી કરવા લાગ્યા ખેતી, કરે છે કરોડોની કમાણી
Earning From Organic Farming: ખેતી દ્વારા કરોડો કમાણી કરવી એ કદાચ તમને મજાક જેવું લાગે પરંતુ આજે અમે તમને એવા બે ભાઈઓ વિશે જણાવીશું જેમણે ખેતી દ્વારા કરોડોની કમાણી કરી છે
Earning From Organic Farming: ખેતી દ્વારા કરોડો કમાણી કરવી એ કદાચ તમને મજાક જેવું લાગે પરંતુ આજે અમે તમને એવા બે ભાઈઓ વિશે જણાવીશું જેમણે ખેતી દ્વારા કરોડોની કમાણી કરી છે. ખેતીમાં કોઈ પણ ફિક્સ આવક હોતી નથી જેના કારણે લોકો તેને ઓછી સુરક્ષિત ગણે છે. તેમાં મૌસમનો પણ માર ઘણો પડતો હોય છે.
આજે અમે તમને મહારાષ્ટ્રના એવા બે ભાઈઓ વિશે જણાવીશું જેમણે આ સોચ બદલી નાખી છે. આ બંને ભાઈઓ ઓર્ગેનિક ખેતી દ્વારા કરોડોની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ મુજ મહારાષ્ટ્રના ભોદાણી ગામમાં રહેતા આ બે ભાઈઓએ ચમત્કાર કરી દેખાડ્યો છે. સત્યજીત અને અજિંક્ય હાંગે બંને બેંકમાં નોકરી કરતા હતા. સત્યજીત કોટક બેંકમાં હતા. જ્યારે અજિંક્ય એચડીએફસી બેંકમાં કામ કરતા હતા.
10 વર્ષ બેંકની નોકરી
બંને ભાઈઓ જ્યારે રજાઓમાં પોતાના ઘરે જતા હતા ત્યારે તેઓ પોતાના ખેતરોમાં ફરવા નીકળી પડતા હતા. ત્યારબાદ ધીરે ધીરે તેમને ખેતી પ્રત્યે લગાવ વધવા લાગ્યો. 10 વર્ષ સુધી સતત નોકરી કર્યા બાદ બંને ભાઈઓએ વર્ષ 2012માં પૂર્ણ રીતે ખેતી કરવાનું શરૂ કરી દીધુ. આ બંને ભાઈઓએ ઓર્ગેનિક ખેતી કરવાનો પ્લાન ઘડ્યો.
દર વર્ષે કરોડોની આવક
5 વર્ષ સુધી ખેતી કર્યા બાદ બંનેએ ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કરી દીધુ. આજે તેઓ પોતાની ખેતી દ્વારા એક વર્ષમાં 3 કરોડ રૂપિયાની કમાણી કરે છે. પહેલા તેમણે ઓછી જમીનથી ખેતીની શરૂઆત કરી હતી. પરંતુ આજે તેમની પાસે લગભગ 20 એકર ખેતી યોગ્ય જમીન છે. જ્યાં તેઓ જૈવિક ખેતી કરી રહ્યા છે.
ખેડૂત પિતા
આ ભાઈઓના પિતા પણ ખેડૂત છે જો કે આમ છતાં પિતાએ બંને ભાઈઓને ક્યારેય ખેતરમાં કામ કરવા દીધુ નહતું. પિતાએ એકલે હાથે ખેતી કરીને બાળકોને ભણાવ્યા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ બંને ભાઈઓની બેંકમાં નોકરી લાગી હતી.