Success Story: ધોરણ 12 પાસ ખેડૂતનું ગજબ ભેજું, આ રીતે ખેતી કરીને એક એકરમાં 3 લાખનો રળે છે નફો
Success Story: બાગાયતી પાકની ખેતી ખેડૂતોની આવક વધારી શકે છે. હરિયાણાના રોહતક જિલ્લાના ચિડી ગામના ખેડૂત સોનુકુમાર બાગાયતી પાકથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
Success Story: બાગાયતી પાકની ખેતી ખેડૂતોની આવક વધારી શકે છે. હરિયાણાના રોહતક જિલ્લાના ચિડી ગામના ખેડૂત સોનુકુમાર બાગાયતી પાકથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ધોરણ 12 પાસ સોનુનું કહેવું છે કે છેલ્લા 8 વર્ષથી તે શાકભાજીની ખેતી કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને ભીંડાનું વાવેતર કરે છે. હાલ તેમણે એક એકર જમીનમાં ભીંડાની ખેતી કરી છે. મેની શરૂઆતમાં ભીંડાના પાકનું વાવેતર કર્યું તું જેનું ઉત્પાદન લગભગ 2 મહિના બાદ થવા લાગ્યું.
નવેમ્બરના અંત સુધીમાં ભીંડાની ઉપજ લઈ શકાય છે. બાગાયતી વિભાગના અધિકારીઓની દેખરેખમાં શાકભાજીની ખેતી કરી ર હેલા સોનુના જણાવ્યાંમુજબ તેઓ વર્ષમાં 3 પાક લે છે. આ અગાઉ તેમણે 2.5 એકરમાં અન્ય જમીન ઉપર પણ ભીંડાનું વાવેતર કર્યું હતું. જે ફાયદાકારક રહ્યું. હવે તેમણે ધાનનું વાવેતર કર્યું છે જેની લલણી આગામી મહિને થાય તેવી આશા છે. ત્યારબાદ તે જમીનમાં તેઓ ઘીયા, કાકડી, અને ભીંડી વાવશે.
હાથોહાથ વેચાઈ જાય છે ભીંડા
ભીંડાના વેચાણની તેમને કોઈ ચિંતા નથી. રોહડકના બજારમાં જતા જ ભીંડા સરળતાથી વેચાઈ જાય છે. ભીંડા વાવીને ખેડૂત એક એકરમાં 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.
ખેડૂતોને આપી સલાહ
સોનુકુમારે ખેડૂતોને સલાહ આપી કે ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા યોજનાઓ ચલાવવામાં આવે છે. હરિયાણા બાગાયતી વિભાગ તરફથી યોજના ચાલે છે. જેનો ફાયદો ઉઠાવવો જોઈએ. ખેડૂતોએ પોતાની આવક વધારવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube