કૃષિ હવે બિઝનેસ બની ગયો છે. નવી નવી ટેક્નોલોજી સાથે ફળ, શાકભાજી અને અનાજનું પ્રોડક્શન પણ વધી ગયું છે. ખેડૂતોની કમાણી પણ વધી છે. આ જ કારણ છે કે હવે ભણેલા ગણેલા યુવાઓ પણ લાખોની નોકરી છોડીને ખેતી તરફ વળ્યા છે. આજે અમે એક એવી યુવતીની વાત કરીશુ જેણે નોકરી છોડ્યા બાદ ખેતીમાં ઝંપ લાવ્યું અને હવે ખેતીમાંથી કરોડપતિ બની ગઈ. હવે બીજા લોકો પણ આ યુવતી પાસેથી ખેતીની ટેકનિક શીખી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે જે યુવતીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સ્મારિકા ચંદ્રાકર. છત્તીસગઢના ધમતરી જિલ્લામાં આવેલા કુરુદ પ્રખંડના ચરમુડિયા ગામના તેઓ રહીશ છે. સ્મારિકા ચંદ્રાકર પુણેથી એમબીએ પાસ છે. આ સાથે જ કોમ્પ્યુટર સાયન્સમાં બીઈ પણ કરેલું છે. પહેલા તેઓ મલ્ટીનેશનલ કંપનીમાં 15 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર નોકરી કરતા હતા. બધુ સારું ચાલતું હતું. આ દરમિયાન તેમના પિતાની તબિયત બગડી ગઈ. સ્મારિકા ચંદ્રાકર માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 


જબરદસ્ત ઉત્પાદન થવા લાગ્યું
સ્મારિકા ચંદ્રાકરનું કહેવું છે કે તેના પિતા પાસે ગામમાં ઘણી જમીન છે. તેમણે 2020માં 23 એકર જમીનમાં શાકની ખેતી શરૂ કરી. પરંતુ તબિયત ખરાબ થવાના કારણે તેઓ સારી રીતે ખેતી કરી શકતા નહતા. આવામાં સ્મારિકા ચંદ્રાકરે નોકરી છોડી અને ગામડામાં આવીને પિતા સાથે ખેતીમાં જોડાઈ કામ શરૂ કર્યું. જોત જોતામાં તો વૈજ્ઞાનિક રીતે પોતાની બધી જમીન પર ખેતી શરૂ કરી દીધી. તેમણે માટીની ગુણવત્તાના આધારે જ પાકની પસંદી કરી. જેમાં જબરદસ્ત લાભ થવા લાગ્યો. 


આ રાજ્યોમાં સપ્લાય થાય છે શાકભાજી
પછી તો તેમણે થોડા રૂપિયા ખર્ચો કરીને પોતાના ખેતરને આધુનિક કૃષિફાર્મ બનાવી દીધુ. તેનો ફાયદો એ થયો કે હવે સ્મારિક ચંદ્રાકરના ધારા કૃષિ ફાર્મથી રોજ 12 ટન ટામેટા, 8 ટન રિંગણાનું ઉત્પાદન થાય છે. સ્મારિકાનું વાર્ષિક ટર્નઓવર એક કરોડ રૂપિયાથી વધુ છે. ખાસ વાત એ છે કે સ્મારિક ફકત પોતે ખેતી કરે છે એવું નથી પરંતુ 150 લોકોને રોજગાર પણ આપે છે. સ્મારિકાના ખેતરમાં વાવેલા રિંગણા અને ટામેટા દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube