Agriculture News : પ્રાકૃતિક ખેતી કરી લખપતિ બની શકાય? જવાબ છે હા. જવાબ આપી રહ્યા છે સુરતના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરી.  વાલજીભાઈએ ચીલાચાલુ ખેતી છોડીને 2018માં એક ગાયની મદદથી પ્રાકૃતિક ખેતીની શરુ કરી. તેમણે જંગલ મોડલ પદ્ધતિથી બે એકરમાં ૨૦ થી ૨૫ પાકોનું વાવેતર કર્યું. આજે અનાજ, કઠોળ અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને દાડે લાખ રુપિયાની આવક મેળવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ધાર્યા કરતા વધુ સફળતા મેળવી છે. વાલજીભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડી, પ્રાકૃતિક ખેતી શરુ કરી. બે એકર જમીનમાં નજીવા ખર્ચે 20થી વધુ પાકોનું ઉત્પાદન કરી મેળવી અને આજે વાર્ષિક 12 લાખની આવક રળી રહ્યાં છે. 


[[{"fid":"564998","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"farmer_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"farmer_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"farmer_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"farmer_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"farmer_zee.jpg","title":"farmer_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


એટલું જ નહિ, વાલજીભાઈને 1.80 લાખ રૂપિયાના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકારની રૂ.60 હજાર સબસિડી મળી છે. સરકાર તરફથી વર્ષે ગાય નિભાવ યોજના પેટે રૂ. 10,800 સહાય મળી છે. આ સાથે જ તેઓ દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું પણ વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતીને કારણે મિશ્ર પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઘટ્યો, કમાણી વધી છે. 


[[{"fid":"564999","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"farmer_zee1.jpg","field_file_image_title_text[und][0][value]":"farmer_zee1.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"farmer_zee1.jpg","field_file_image_title_text[und][0][value]":"farmer_zee1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"farmer_zee1.jpg","title":"farmer_zee1.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


પ્રાકૃતિક ખેતીના ફાયદા ગણાવતા વાલજીભાઈ કહે છે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે અને જમીનની ભેજ સંગ્રહશક્તિમાં વૃદ્ધિ થાય છે. ગોબર અને ગૌ મુત્રથી જીવામૃત,ધનજીવામૃત બનાવી, ઉપયોગ કરી, ખેતરમાં વાપરુ છું, મારા ખેતરમાં મેં વિવિધ પ્રકારના ફ્રુટ, આંબા રોપેલા છે. મિશ્ર પાક કરું છું. સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ પેટે મહિને 900 રુપિયા મળે છે. દરેક શાકભાજી છે મારા મોડલ ફાર્મમાં. દર મહિને હું વેચાણ વ્યવસ્થા કરું છું. મહિનામાં રૂ.70 હજારથી લઈને લાખ રુપિયાની આવક થાય છે. અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. આ રીતે અમારી આવક બમણી થાય છે.


આમ, વાલજીભાઈ જેવા નાના પરંતુ પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય સરકારની ગાય નિભાવ સહાય જેવી યોજનાઓ થકી પોતાની ખેતી તો સમૃદ્ધ કરે છે, સાથે-સાથે જીવ-સૃષ્ટિને પણ સમૃદ્ધ કરે છે. 


આ દેશની લોટરી લાગી, સમુદ્રમાંથી મળ્યો 3300 વર્ષ જૂનો ખજાનો