Agriculture: ફક્ત 4 મહિનામાં થઈ જશો માલામાલ! આ પાકથી કરી શકાશે બંપર કમાણી
તેનો પાક વાવણીના લગભગ 110થી 120 દિવસ બાદ લણણી માટે તૈયાર થઈ જાય છે. તેનું ઉત્પાદન જાતો પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે સરેરાશ ઉત્પાદન 15થી 25 ટન પ્રતિ હેક્ટર હોય છે.
ભારતમાં લગભગ 2 લાખ હેક્ટરમાં શક્કરીયાની ખેતી થાય છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, અને ઓડિશામાં તેની મોટા પાયે ખેતી થાય છે. સમગ્ર વિશ્વમાં શક્કરીયાનું સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ ચીન છે જ્યારે ભારત શક્કરીયાની ખેતીમાં છઠા નંબરે છે. શક્કરીયા બીટા કેરોટિનનો ઉત્તમ સ્ત્રોત છે અને તેને એન્ટીઓક્સીડન્ટ અને આલ્કોહોલ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. શક્કરીયા બાફીને કે શેકીને ખાઈ શકાય છે. બટાકાની સરખામણીમાં શક્કરીયામાં સ્ટાર્ચ અને મીઠાશનું પ્રમાણ વધુ મળી આવે છે. તેમાંથી પૂરતા પ્રમાણમાં વિટામીન મળી આવે છે. જેના કારણે શક્કરીયાનું સેવન કરવાથી ચહેરા પર ચમક અને વાળ પણ વધે છે.
શક્કરીયાની જાતો
શક્કરીયાની મોટાભાગની ઉપજવાળી જાતો- વર્ષા, શ્રીનંદિની, શ્રીવર્ધિની, શ્રીરત્ન, ક્રોસ-4, કાલમેઘ, રાજેન્દ્ર શક્કરીયા-5 શ્રીવરુણ, શ્રીભદ્ર, કોંકણ અશ્વિની, પૂસા સફેદ પૂસા સુનહરી છે.
શક્કરીયાની ખેતી કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. પરંતુ સારો પાક મેળવવા માટે ગરમી અને વરસાદની ઋતુ સૌથી સારી ગણાય છે. તેના છોડવાને જૂન અને ઓગસ્ટ મહિના વચ્ચે વાવણી કરી શકાય છે. ત્યારબાદ તેનો પાક ખરીફ પાક સાથે તૈયાર થઈ જાય છે. શક્કરીયાની નર્સરીમાં તૈયાર કરાયેલી કટિંગની વાવણી ખેતરોમાં નાનકડી પાળીઓ પર કરાય છે. વાવણી દરમિયાન પ્રત્યેક પાળીઓ વચ્ચે એક ફૂટનું અંતર હોવું જોઈએ.
બીજ અને માટી
એક એકર ખેતી માટે 250થી 340 કિલો રોપાની જરૂર પડે છે. આ માટે રોપાના ટોચ અને મધ્ય ભાગનું જ કટિંગ વાવણી માટે ઉપયોગમાં લેવાય છે. તેના મૂળિયાના કટિંગ વખતે દરેક કટિંગમાં 4થી 5 ગાંઠ હોવી જોઈએ. શક્કરીયાના તૈયાર કરાયેલા કટિંગને માનોક્રોટોફોસ કે સલ્ફ્યૂરિક એસિડની યોગ્ય માત્રાવાળા પાણીમાં ડૂબોડીને રાખવા જોઈએ.
શક્કરીયાની ખેતી માટે પાણીના યોગ્ય રીતે નિકાલવાળી માટીની જરૂર પડે છે. માટીનું પીએચ 5.7 થી 6.7 હોવું જોઈએ. જમીનની તૈયારીમાં સારી રીતે તૈયાર કરેલું 25 ટન ગોબરનું ખાતર ભેળવી દો. N.P.K જૈવિક ખાતરને 60:60:120 કિગ્રા પ્રતિ હેક્ટરના રેશિયોમાં નાખવું જોઈએ. રોપા વાવવાના સમયે P, K અને N ની અડધી અને પછી પૂરો ડોઝ આપવો જોઈએ. શક્કરીયાની વાવણીના એક મહિના બાદ Nની બચેલી માત્રા નાખો.
રોગ અને કીટ
શક્કરીયાના છોડમાં ફંગસના કારણે Early blight (પ્રારંભિક ખુમારી) રોગ ફેલાય છે. હવામાનમાં ફેરફાર, વધુ ભેજના કારણે ફંગસ ફેલાય છે. આ રોગની રોકથામ માટે રોપા પર મેન્કોજેબ કે કોપર ઓક્સીક્લોરાઈડની યોગ્ય માત્રાનો છંટકાવ રોગ દેખાય કે તરત કરવો જોઈએ.
તેની ખેતીમાં નાના અને પીળા, કાળા, લાલ અને લીલા રંગવાળા કીટના કારણે રોગ ફેલાય છે. તેની રોકથામ માટે છોડ પર ઈમિડાક્લોપ્રિડનું યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત રોપા પર લીમડાના તેલનો છંટકાવ રોગ દેખાય કે તરત 10 દિવસના સમયમાં 2થી 3 વાર કરવો જોઈએ.
110-120 દિવસમાં પાક તૈયાર
શક્કરીયાનો પાક વાવણીના લગભગ 110થી 120 દિવસ બાદ લણણી માટે તૈયાર થઈ જાય છે. તેનું ઉત્પાદન જાતો પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે સરેરાશ ઉત્પાદન 15થી 25 ટન પ્રતિ હેક્ટર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube