Rythu Bharosa Scheme: તેલંગાણાના લાખો ખેડૂતો માટે સારા સમાચાર છે. તેલંગાણાના ખેડૂતોને 'રાયથુ ભરોસા યોજના' હેઠળ પ્રતિ એકર વાર્ષિક 12,000 રૂપિયા મળશે. તેલંગાણા સરકારે આ યોજના હેઠળ રોકડ લાભમાં 2,000 રૂપિયાનો વધારો કર્યો છે. રાજ્યના ખેડૂતો માટે ‘રાયથુ ભરોસા’ રોકાણ સહાય યોજના 26 જાન્યુઆરીથી શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ખેડૂતોને પ્રતિ એકર વાર્ષિક 12 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઉપરાંત જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારને નવી શરૂ કરવામાં આવેલી ઈન્દિરમ્મા આત્મીય ભરોસા યોજના હેઠળ દર વર્ષે સમાન રકમ મળશે.


'રાયથુ ભરોસા' યોજના શું છે?
'રાયથુ ભરોસા' પહેલનો ઉદ્દેશ્ય ખેતીની જમીન માટે પ્રતિ એકર રૂ. 12,000નો સીધો રોકડ લાભ પૂરો પાડીને ખેડૂતોને મદદ કરવાનો છે. રેવન્ત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે, તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર 15,000 રૂપિયાની રકમ આપશે. પરંતુ, હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને 12,000 રૂપિયા કરી દીધા છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની અગાઉની સરકારની રાયથુ બંધુ યોજના હેઠળ ખેડૂતોને મળતી સહાય કરતા રૂ. 2,000 વધુ છે.


પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી


ઈન્દિરમ્મા આત્મીય ભરોસા યોજના શું છે?
આ ઉપરાંત જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારને નવી શરૂ કરવામાં આવેલી ઈન્દિરમ્મા આત્મીય ભરોસા યોજના હેઠળ દર વર્ષે સમાન રકમ મળશે. આ યોજના હેઠળ જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારોને દર વર્ષે 12,000 રૂપિયા મળશે.


યોજના ક્યારે શરૂ થશે?
રાયથુ ભરોસા, ઈન્દિરમ્મા આત્મીય ભરોસા અને નવા રેશન કાર્ડની ત્રણેય યોજનાઓ 26 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે. બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂરા થયાના ઉપલક્ષમાં આ પહેલ કરવામાં આવી રહી છે.


કોને મળશે યોજનાનો લાભ?
કૃષિ સાથે સંકળાયેલા તમામ ખેડૂતોને રાયથુ ભરોસા હેઠળ આવરી લેવામાં આવશે. કોઈપણ શરત વિના દરેક એકર ખેતીલાયક જમીન માટે રોકાણ સબસિડી આપવામાં આવશે.


SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ,બનાવશે હર ઘર લખપતિ! સિનિયર સિટીઝનને મોટો ફાયદો


કોણ પાત્ર રહેશે નહીં?
ખેતી માટે અયોગ્ય જમીન જેમ કે ખનન, ટેકરીઓ, રિયલ એસ્ટેટ અપક્રમો, રસ્તાઓ, રહેણાંક, ઔદ્યોગિક અથવા વ્યાપારી ઉદ્દેશ્યો માટે ઉપયોગ લેવામાં આવતી જમીન, નહેરમાં રૂપાંતરિત જમીન અથવા અલગ-અલગ પ્રોજેક્ટ્સ માટે સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન રાયથુ ભરોસા માટે પાત્ર રહેશે નહીં.