Agriculture in India: ઓછા સમયમાં મોટો નફો મેળવવા ઈચ્છો છો તો ભારતમાં વિદેશી ફળની ખેતીનું ચલણ વધવા લાગ્યું છે. ખેડૂતો સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને સારો નફો મેળવવા લાગ્યા છે. આવા જ વિદેશી ફળમાંથી એક છે થાઈ એપ્પલ બોર. તે જોવામાં સફરજન અને સ્વાદમાં બોર જેવું લાગે છે. સાથે જ આ ફળમાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે હોય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેનતના દમ પર બદલી નાખ્યું પોતાનું ભાગ્ય, આ રીતે બન્યા કરોડોની કંપનીના માલિક
સમય બલવાન હૈ...એક સમયે હતો બેતાજ બાદશાહ, આજે મોતની ભીખ' માંગી રહ્યો છે આ અબજોપતિ


બજારમાં થાઈ એપ્પલ બોરની ઘણી ડિમાન્ડ છે. ખેડૂતો 50થી 60 હજારના શરૂઆતના ખર્ચમાં 100 કિલો સુધીનું ઉત્પાદન મેળવી શકે છે. આ છોડને લગાવવા માટે ખેતરની ખેતી કરીને પ્રતિ છોડના હિસાબથી 5 મીટરના અંતર પર 2-2 ફૂટ લંબાઈ-પહોળાઈવાળા વર્ગાકાર ખાડા ખોદવામાં આવે છે. આ ખાડામાં 25 દિવસ સુધી સોલરાઈઝેશન કરવામાં આવે છે. જેના પછી 20થી 25 કિલો સારું કમ્પોસ્ટ ખાતર, લીમડાના પાન, લીમડાનો મોર વગેરે તત્વો મિક્સ કરીને ખાડામાં ભરી દેવામાં આવે છે.


મહેનતના દમ પર બદલી નાખ્યું પોતાનું ભાગ્ય, આ રીતે બન્યા કરોડોની કંપનીના માલિક
MBA પાસ યુવતીએ 15 લાખની નોકરી છોડી શરૂ કરે ખેતી, જોતજોતામાં બની ગઇ કરોડપતિ


થાઈ એપ્પલ બોરની ખેતી કલમ વિધિથી કરવામાં આવે છે. ખેડૂત 1 વીઘા ખેતરમાં 15 ફૂટના અંતરના હિસાબથી થાઈ એપ્પલ બોરના 80 છોડની રોપણી કરી શકે છે. તે સિવાય ખેડૂત વચ્ચે ખાલી જગ્યા પડેલી જગ્યામાં રીંગણ, મરચાં, વટાણા અને મગ જેવા પાકની ખેતી કરીને વધારાની કમાણી કરી શકે છે. આ પ્રજાતિના છોડમાં સૂકારો સહન શક્તિ હોય છે.  


દરિયામાં કેવી રીતે બને છે પુલ? કેવી રોકવામાં આવે છે પાણીનો પ્રવાહ
પારસનો પથ્થર સાબિત થયો આ શેર, 400 ટકા આપી ચૂક્યો છે રિટર્ન, 1 મહિનામાં 51% નો વધારો


થાઈ એપ્પલ બોરની ખેતી કરવા માટે દેશી અને હાઈબ્રિડ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને પ્રજાતિઓમાંથી ખેડૂત 6 મહિનાની અંદર 100 કિલો સુધી ફળનું ઉત્પાદન લઈ શકે છે. તેની રોપણીના વર્ષમાં પરિપક્વ થવા પર 20થી 25 કિલો સુધી ફળનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. એકવાર છોડ લગાવ્યા પછી ખેડૂત આગામી 50 વર્ષ સુધી થાઈ એપ્પલ બોરના છોડમાંથી બમ્પર ઉત્પાદન લઈને સારી કમાણી કરી શકે છે.


ઘઉંની ઘણી વેરાયટી જોઇ હશે પણ આ ઘઉં રોટલીની નહી ખાધી હોય! કિંમત છે 4 ગણી વધારે
Red Ant Chutney: લાલ કીડીની મસાલેદાર ચટણી બની સુપરફૂડ, અહીં સ્વાદના ચટકા લે છે લોકો