World Most Expensive Fruits: ફળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો રોજ ફળ ખાવાની સલાહ આપે છે. ફળમાં કેલેરી ઓછી હોય છે અને વિટામીન અને ખનીજ ભરપૂર પ્રમાણમાં હોય છે નિયમિત રીતે ફળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ફળમાં પણ વિવિધ પ્રકારની વેરાઈટી જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ફળનો સ્વાદ પણ અલગ હોય છે અને તેની કિંમત પણ અલગ અલગ હોય છે. જોકે દુનિયામાં કેટલાક એવા ફળ પણ થાય છે જેને ખાવાની કલ્પના પણ ન કરી શકાય. આવું એટલા માટે કે આ ફળ એટલા મોંઘા હોય છે કે તેનો એક પીસ ખરીદવા માટે પણ લાખો રૂપિયા ખર્ચવા પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘામાં મોંઘા ફળ આજ સુધી તમે હજાર રૂપિયા કિલો સુધી લીધા હશે. પરંતુ દુનિયામાં કેટલાક એવા ફળ પણ થાય છે જેની કિંમત હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે. આ ફળ તૈયાર થાય પછી તેને માર્કેટમાં વેચવામાં આવતા નથી પરંતુ તેને ખરીદવા માટે હરાજી કરવામાં આવે છે જેમાં તેની કિંમત લાખો રૂપિયામાં બોલાય છે. તો ચાલો તમને જણાવીએ દુનિયાના સૌથી મોંઘા ફળ કયા છે અને તેની કિંમત કેટલી હોય છે.


આ પણ વાંચો:


ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરે છે આ સ્કીમ, ગણતરીના મહિનામાં પૈસા થશે ડબલ


Red Okra: લાલ ભીંડાની ખેતી કરાવી શકે છે બંપર કમાણી, વર્ષે કમાઈ શકો છો 25 લાખ રૂપિયા


20 હજારના ખર્ચે થશે 4 લાખ સુધીનો નફો, આ ફૂલની ખેતી ખેડૂતને બનાવી શકે છે લખપતિ


યુબારી શક્કરટેટી


યુબારી શક્કરટેટી વિશ્વના સૌથી મોંઘા ફળોની યાદીમાં મોખરે છે. તેને ફક્ત જાપાનમાં જ ઉગાડવામાં આવે છે. અહીંના લોકો તહેવારમાં ભેટ તરીકે આ ફળનો ઉપયોગ કરે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં બે શક્કરટેટી 30,000 ડોલર એટલે કે 24 લાખ રૂપિયાથી વધુમાં વેંચાઈ હતી.   


રોમન ગ્રેપ્સ


રૂબી રોમ ગ્રેપ્સ પણ વિશ્વના સૌથી મોંઘા ફળોમાંથી એક છે. તે પણ માત્ર જાપાનમાં જ જોવા મળે છે. આ દ્રાક્ષનું વજન 20 ગ્રામ કે તેથી વધુ છે અને તે સામાન્ય દ્રાક્ષ કરતા 4 ગણી મોટી છે. આ દ્રાક્ષની એક લૂમ 9.76 લાખ રૂપિયામાં વેચાઈ હતી.
 
સેમ્બિકિયા ક્વીન સ્ટ્રોબેરી


આ સ્ટ્રોબેરીને અમીરોની સ્ટ્રેબેરી કહેવામાં આવે છે.  કારણ કે આ સ્ટ્રોબેરી ખાવી ફક્ત કરોડપતિઓને જ પરવળે.  આ સ્ટ્રોબેરીના 6 પીસ ખરીદવા માટે પણ લગભગ 14 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.
 
બ્લેક મેલન 


ડેન્સુકે તરીકે પ્રખ્યાત આ કાળુ તરબૂચ જાપાનમાં ઉગાડવામાં આવતા દુર્લભ તરબૂચ તરીકે પ્રખ્યાત છે. એક વર્ષમાં માત્ર 100 તરબૂચ જ ઉગાડવામાં આવે છે. આ તરબૂચની નીલામી થાય છે અને એક તરબૂતની કિંમત 4 લાખથી વધુની હોય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)