PM Kisan Kalyan Yojana: પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે. પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે. ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે, હપ્તા આધાર સીડિંગ ડીબીટી એનેબલ ફરજિયાત છે. ગુજરાતના જે ખેડૂતોને 18 મો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે 30 મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના અનેક ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતો માટે 18 મો હપ્તો જાહેર કરી દેવાયો છે. પરંતું હજી પણ કેટલાક ખેડૂતોને આ લાભ મળ્યો નથી. આ માટે તેઓને કેટલીક સૂચનાઓનો અમલ કરવો પડશે.


ખેતી નિયામક દ્વારા જણાવાયું કે, જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડિંગ-ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો 18 હપ્તો જમા નહિ થાય. આ માટે ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું રહેશે. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લા એલર્ટ


આ ઉપરાંત આધાર સીડિંગ-ડીબીટી કરાવેલ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર બાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજિયાત કરવાનું રહેશે. 


આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહીને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમા આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલવશો તો પણ હપ્તો જમા થઈ જશે. 


ખેડૂતોને વાર્ષિક 12 હજાર રૂપિયા મળે છે
તમને જણાવી દઈએ કે જે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આવે છે. આ રૂપિયા તેમને રાજ્ય સરકાર થકી મળે છે 


આ દસ્તાવેજો જરૂરી છે
યોજનાનો લાભ લેનારાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, અરજી કરતી વખતે કેટલાક દસ્તાવેજો પણ સબમિટ કરવાના હોય છે. જેમાં કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઇલ નંબર, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર વગેરેનો સમાવેશ થાય છે.


અદાણીને આપેલી કરોડોની જમીન પરત લો : હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ