નવી દિલ્હીઃ Salary Hike: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. સામાન્ય જનતાને આશા છે કે નિર્મલા સીતારમણની પોટલી તેમના માટે ખુશીની ભેટ લાવશે. પરંતુ મોદી સરકાર બજેટ બાદ કેન્દ્રીય કર્મચારીઓને પણ મોટી ભેટ આપી શકે છે. એવી અપેક્ષા છે કે સરકારી કર્મચારીઓના પગારના ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થઈ શકે છે. વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર એ એક સામાન્ય મૂલ્ય છે, જે કર્મચારીઓના મૂળભૂત પગારથી ગુણાકાર થાય છે. આ રીતે તેમના પગારની ગણતરી કરવામાં આવે છે. આ વધારા સાથે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18 હજાર રૂપિયાથી વધીને 26 હજાર રૂપિયા થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ કોમન ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા છે. એટલે કે જો કોઈ કર્મચારીને 15500 રૂપિયા બેસિક પે તરીકે મળી રહ્યાં છે તો તેનો પગાર 15,500*2.57 કે પછી 39835 રૂપિયા હશે. ફિટમેન્ટ રેશિયો 1.86 ટકા રહેવા પર ભલામણ છઠ્ઠા પગારપંચે કરી છે. 


રિપોર્ટમાં કહેવામાં આવ્યું કર્મચારીઓની સરકાર પાસે માંગ છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારી 3.68 ટકા કરવામાં આવે. તેનાથી કર્મચારીઓનો પગાર 18 હજાર રૂપિયાથી વધીને 26000 રૂપિયા સુધી પહોંચી જશે. ઘણા વર્ષોથી કર્મચારી યુનિયન સરકાર પાસે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારવાની માંગ કરી રહ્યું છે. તેનો તર્ક છે કે ડીએમાં વધારા બાદ બેસિક સેલેરીમાં વધારો થવો જોઈએ કારણ કે પગાર તેના આધારે વધે છે. 


આ પણ વાંચોઃ પ્રોપર્ટીમાં કમાણી કરવી છે તો આ 5 બાબતો ગાંઠ બાંધી લેજો ક્યારેય નહીં થાય નુકસાન


સરકારે નિયમમાં કર્યો ફેરફાર
નાણામંત્રાલયે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્ટ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો હતો. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક મામલામાં સરકારી કર્મચારીઓને એચઆરએ મળશે નહીં. પહેલા નિયમમાં કહેવામાં આવ્યું કે જો કર્મચારી કોઈ બીજા કર્મચારીને મળેલા સરકારી આવાસમાં સાથે રહે છે તો તેને એચઆરએ મળશે નહીં. 


જો કોઈએ કર્મચારીના પરિવારના સભ્યો એટલે કે માતા-પિતા, પુત્ર-પુત્રીને ઘર ફાળવ્યું હોય તો પણ આ સુવિધાનો લાભ લઈ શકાશે નહીં. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, LIC, રાષ્ટ્રીયકૃત બેંક, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, અર્ધ-સરકારી સંસ્થાનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube