Budget 2023 Highlights: આ વખતનું બજેટ `સપ્તર્ષિ` પર આધારિત, જુઓ બજેટની મહત્વની જાહેરાતો

Wed, 01 Feb 2023-3:02 pm,

Budget 2023 Income Tax Changes, Sitharaman Speech Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે કે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ જઈ રહી છે. આવામાં દુનિયાભરની નજર મોદી સરકારના આ બજેટ પર છે. બીજી બાજુ સંસદમાં સરકાર દ્વારા જે આર્થિક સર્વે રજૂ કરાયો તેમાં પણ વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની આશા વ્યક્ત કરાઈ છે.

 


 

Latest Updates

  • બજેટની મુખ્ય જાહેરાતો....
    - હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર નહીં ભરવો પડે ટેક્સ
    - સિગરેટ મોંઘી થશે. 
    - સોના, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુઓ મોંઘી થશે, ચાંદીના વાસણો પણ મોંઘા થશે. 
    - મોબાઈલ ફોન, ટીવી, EV કાર સસ્તા થશે
    - ઘરોમાં ઈલેક્ટ્રિક ચીમની મોંઘી થશે
    - વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત પૈસાનું આયોજન કરવામાં આવશે
    - આગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ
    - મહિલાઓના નામે 2 લાખ રૂપિયા જમા કરી શકાશે, મહિલા સેવિંગ સન્માન પત્ર લાવવામાં આવશે. 
    - PAS ને ઓળખ પત્ર તરીકે માન્યતા
    - 7000 કરોડના ખર્ચથી શરૂ થશે ઈ-ન્યાયાલય સ્કીમનું ત્રીજું ચરણ
    - પ્રાકૃતિક ખેતી માટે 10000 બાયો-ઈનપુટ રિસોર્સ કેન્દ્ર સ્થાપિત કરાશેઆગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ
    -  કેન્દ્રીય પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરાશે. 
    - બેંકિંગ એક્ટમાં ફેરફાર કરાશે. 
    - કમર્શિયલ વિવાદની પતાવટ માટે સરકાર વિવાદ સે વિશ્વાસ-2 યોજના લાવશે. 
    - પીએમ પ્રણામ યોજનાની શરૂઆત, બજેટમાં મોટી જાહેરાત. આ યોજના વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે હશે. આ ઉપરાંત ગોવર્ધન સ્કીમ હેઠળ 500 નવા સંયંત્રોની સ્થાપના કરાશે. 

  • ટેક્સમાં મોટી છૂટની જાહેરાત
    નોકરીયાતોને લાંબા સમય બાદ ખુશખબર મળતા જોવા મળી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની 5 લાખની વાર્ષિક છૂટ વધારીને 7 લાખ કરવામાં આવી છે. આ જ રીતે ઓલ્ડ રિજીમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરતા 2.5 લાખ રૂપિયાની જગ્યાએ હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. નાણામંત્રીએ કહ્યું કે હવે નવા ટેક્સ રિજીમને અપનાવનારાઓએ 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 45 હજાર રૂપિયા ટેક્સ  ભરવો પડશે. 

  • વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર
    સિનિયર સિટિઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી 9 લાખ કરવામાં આવશે. એટલે કે આ સ્કીમમાં વધુમાં વધુ 4.5 લાખની જગ્યાએ 9 લાખ રૂપિયા સુધી જમા કરી શકાશે. જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ જમા રકમની મર્યાદા વધારીને 15 લાખ કરાઈ છે. 

  • બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત
    મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. જમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5 ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિક ખાતા સ્કીમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરાશે. 

  • શિક્ષણ પર મહત્વની જાહેરાત
    દેશભરની એકલવ્ય મોડલ સ્કૂલોમાં 38800 શિક્ષકોને પુનઃસ્થાપિત કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં દેશભરની એકલવ્ય શાળાઓમાં 8000 ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. 
    બાળકો અને યુવાનો માટે ડિજિટલ લાઇબ્રેરી તૈયાર થશે. નેશનલ ડીજીટલ લાયબ્રેરી પંચાયત અને વોર્ડ સ્તર સુધી ખોલવામાં આવશે. પુસ્તકો સ્થાનિક અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થશે. ઉંમર પ્રમાણે પુસ્તકો મળશે. રાજ્યો અને તેમના માટે સીધી પુસ્તકાલયો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    જુઓ લાઈવ ટીવી

  • બજેટની મુખ્ય જાહેરાતો....
    - કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ આઉટલે 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાશે. જે જીડીપીના 3.3 ટકા રહેશે. 
    - આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરાશે. 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે. 
    - આગામી એક વર્ષ માટે મફત અનાજ યોજના, આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ
    - મહામારીથી પ્રભાવિત MSMEને રાહત આપવામાં આવશે 
    - 5જી પર  રિસર્ચ માટે એન્જિનિયરિંગ કોલેજોમાં 100 લેબ બનશે. 
    - રાજ્ય સરકારોને અપાતી 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય
    - નગર નગમ પોતાના બોન્ડ લાવી શકશે. 
    - AI માટે સેન્ટર  ફોર ઈન્ટેલિજન્સ
    - સીવર સફાઈ મશીન આધારિત કરાશે
    - ઓળખ પત્ર તરીકે PANને માન્યતા
    - દેશમાં નવા 50 નવા એરપોર્ટ બનશે. 
    - આગામી 3 વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતી 740 એકલવ્ય મોડલ સ્કૂલો માટે 38,000 શિક્ષકો અને સહાયક કર્મચારીઓને નિયુક્ત કરશે. 

  • બજેટની મુખ્ય જાહેરાતો....
    - ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર  કરડોનું પેકેજ
    - આદિવાસીઓ માટે 15 હજાર  કરોડનું પેકેજ
    - પીએમ આવાસ યોજનાનું ફંડ વધાર્યું
    - ખેડૂતોને લોનમાં છૂટ ચાલુ રહેશે.
    - રેલવેની નવી યોજનાઓ પર 75000 કરોડ રૂપિયા
    - શહેરોના વિકાસ માટે 10 હજાર કરોડ ફાળવવામાં આવશે. 

  • બજેટની મુખ્ય જાહેરાતો....

    - રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી
    - બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી સ્થાપિત કરાશે.
    - પશુપાલન, ડેરી અને મસ્ત્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણના લક્ષ્યાંકને 20 લાખ કરોડ કરવામાં આવશે. 
    કૃષિ સંલગ્ન સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે. 
    - 2014થી બનેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરાશે. 
    - કૃષિ ઋણનો લક્ષ્યાંક 20 લાખ કરોડ
    - કૃષિ સંવર્ધક ફંડની જાહેરાત
    - ખેડૂતોને ખેતી માટે વિશેષ ફંડ
    - પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં વધારો
    - આત્મનિર્ભર ભારતને અપાશે પ્રોત્સાહન
    - અમૃતકાળનું પહેલું બજેટ
    - આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ

  • બજેટના સાત આધાર, જાણો સપ્તર્ષિનો અર્થ
    નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 ના બજેટના સાત આધાર ગણાવ્યા. તેમણે કહ્યું કે આ વખતે બજેટના મુખ્ય સાત લક્ષ્યાંક છે. જેમને સપ્તર્ષિ કહેવામાં આવ્યું છે. જેમાં 1. ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને રોકાણ, 2 સમાવેશી વિકાસ, વંચિતોને પ્રાથમિકતા, 4 ક્ષમતા વિસ્તાર, 5 હરિત વિકાસ, 6. યુવા શક્તિ, અને 7 નાણાકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે. 

  • ભારતીય અર્થવ્યવસ્થા ચમકતો સિતારો
    નિર્મલા સીતારમણે કહ્યું કે દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતો સિતારો માન્યો છે. દુનિયામાં ભારતનું કદ વધ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં ચાલી રહી છે અને સોનેરી ભવિષ્ય તરફ અગ્રેસર છે. તેમણે  કહ્યું કે અમે કોરોના કાળમાં એ સુનિશ્ચિત કર્યું કે કોઈ ભૂખ્યું ન સૂઈ જાય. સરકારે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને દરેક વ્યક્તિને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી. 28 મહિના સુધી 80 કરોડ લોકોને ફ્રી રાશનની વ્યવસ્થા કરવામાં આવી. 

  • નાણામંત્રીએ બજેટ સ્પીચ વાંચવાની શરૂ કરી
    ​નાણામંત્રીએ બજેટ સ્પીચ વાંચવાની શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે અમૃતકાળનું આ પહેલું બજેટ છે.  

  • બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી ગઈ
    બજેટની કોપીઓ હાલ સંસદ ભવન પહોંચી ગઈ છે. થોડીવારમાં નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ લોકસભા ચૂંટણીઓ પહેલાનું છેલ્લું પૂર્ણ બજેટ છે. આવામાં મધ્યમવર્ગના લોકોને આશા છે કે આ વખતે નાણામંત્રી ટેક્સ છૂટની  ભેટ આપશે. કેટલાક લોકો 80સીનો દાયરો વધારીને 2 લાખ રૂપિયા કરવાની પણ માંગણી કરી રહ્યા છે. 

  • નાણામંત્રી ટીમ સાથે સંસદ ભવન પહોંચ્યા
    સંસદ ભવનમાં ચાલી રહેલી કેબિનેટ બેઠક પૂરી થઈ ગઈ છે અને તેમાં બજેટને ઔપચારિક મંજૂરી પણ મળી ગઈ છે. ત્યાર બાદ નાણામંત્રી પોતાની ટીમ સાથે સંસદ ભવન પહોંચ્યા છે. અહીં તેઓ 11 વાગે બજેટ રજૂ કરશે. 

  • કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે સરકાર પર સાધ્યું નિશાન
    પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે યુનિયન બજેટને એક ઈવેન્ટ બનાવી દીધી છે. હું એવા સમયની રાહ જોઈ રહ્યો છું જ્યારે આ ફક્ત એક વાર્ષિક પ્રશાસનિક અભ્યાસ હોય. 

  • સંસદ ભવન પહોંચ્યા નાણામંત્રી
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા છે. સંસદ ખાતે કેબિનેટ બેઠક 10 વાગે યોજાશે. અહીં તેઓ ઔપચારિક રીતે બજેટની મંજૂરી લેશે અને ત્યારબાદ સંસદમાં 11 વાગે બજેટ રજૂ કરાશે. 

  • રાષ્ટ્રપતિને મળ્યા નાણામંત્રી
    બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા. અહીં તેમણે બજેટની કોપી રાષ્ટ્રપતિને સોંપી. તેમની સાથે નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડ, એમઓએસ પંકજ ચૌધરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા. આ પહેલા તેઓ નાણા મંત્રાલય પહોંચ્યા હતા.  ત્યારબાદ નાણા મંત્રાલયથી સીધા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link