અમદાવાદ: વાઈબ્રન્ટ સમિટમાં એમઓયૂ બાદ પ્રોજેક્ટમાં મોડું અથવા રદ થવાની ચર્ચા વચ્ચે રાજ્ય સરકારે એમઓયૂ કરીને દોઢ મહિનામાં જ 1 લાખ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ થાય અને આ પ્રકારે આગળ વધવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓને કામે લગાડી દેવામાં આવ્યા છે અને રોકાણ કરનાર ઉદ્યોગો સાથે અત્યારથી વાતચીત ચાલી રહી છે. વાઈબ્રન્ટ સમિટ પુરી થયા બાદ જ શિલાન્યાસના કાર્યક્રમ શરૂ થઇ જશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનો માટે લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો, અધધધ... છે 1 દિવસનું ભાડું


રાજ્ય સરકારે 5 માર્ચ સુધી 1 લાખ કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરીને સત્તારૂઢ ભાજપ ગુજરાતમાં વિકાસને આગળ વધારવા માંગે છે. આ જવાબદારી નાણા વિભાગના વધારાના સચિવ અરવિંદ અગ્રવાલને સોંપવામાં આવી છે. મુખ્ય સચિવ જેએન સિંહે જણાવ્યું કે હોટલ, હોસ્પિટલ, ફાર્મ, ટેક્સટાઇલ સહિત સોશિયલ સેક્ટર અને વ્યાપાર-વાણિજ્ય ક્ષેત્રમાં એમઓયૂ થનાર પ્રોજેક્ટને ઝડપથી અમલમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ


વાઈબ્રન્ટ પહેલાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પરિસરમાં શરૂ થશે હેલિકોપ્ટર સેવા
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પરિસરમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે. વાઈબ્રન્ટ પહેલાં અને ડિસેમ્બર મહિનાના અંત સુધી ચાલુ કરી દેવામાં આવશે. પર્યટક 10 થી 15 મિનિટ હેલિકોપ્ટરની જોય રાઇડ લઇને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો એરિયલ વ્યૂ જોઇ શકશો. પર્યટન વિભાગના મુખ્ય સચિવ એસજે હૈદરે જણાવ્યું હતું કે 31 માર્ચ સુધી ત્રણ મહિના માટે તેને પ્રયોગ તરીકે શરૂ કરવામાં આવશે. સફળ થયા બાદ ટેંડર જાહેર કરી કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવામાં આવશે. ત્રણ કંપનીઓ હેલિકોપ્ટર સર્વિસ ચાલુ કરવામાં રૂચિ ધરાવે છે. કચ્છના સફેદ રણની માફક હેલિકોપ્ટર સર્વિસ ચાલુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 

3 દિવસ સુધી 24 કલાક તૈનાત રહેશે પોલીસ, દેશ-વિદેશના મહેમાનો પધારશે ગુજરાત


વાઇબ્રન્ટ ટ્રેડ શોમાં આવનાર મહેમાનોનું રોબોટ કરશે એસ્કોર્ટ
વાઈબ્રન્ટ સમિટ સાથે આયોજિત થનાર ગ્લોબલ ટ્રેડ શોમાં આયોજિત થનાર ગ્લોબલ ટ્રેડ શોમાં આ વખતે કિ-ઓક્સ ટાઇપ રોબોટ પણ લગાવવામાં આવશે. બીમ નામના આ રોબોટ શોમાં આવનારાઓને એસ્કોર્ટ કરશે અને જરૂરી જાણકારી આપશે. 

સુરતમાં તૈયાર થયેલી 'K9 વજ્ર ટેંક' સામે ફીક્કી પડે છે બોફોર્સ ટેંક, જાણો ખાસિયતો


અત્રે ઉલ્લેખનીય છે એક ટીવી રિયાલિટી શોમાં બીમ રોબોટના માધ્યમથી શાહરૂખ ખાને સુંદર પિલ્લઈ સાથે સંવાદ કર્યો હતો ત્યારથી ભારતમાં ખૂબ પ્રચલિત થઇ ગયો છે. આ રોબોટને આ ટ્રેડ શોમાં રાખવામાં આવશે. આ એક કિ-ઓક્સ ટાઇપનું હશે જેમાં સ્ક્રીન હશે. તેનું સંચાલન ટ્રેડ શોના કંટ્રોલ રૂમથી થશે. અહીં આવનાર રોબોટ સાથે સંવાદ પણ કરી શકશે.


 ટૂંક સમયમાં અમદાવાદમાં દોડશે ઈલેક્ટ્રિક બસો
ભારતની સૌથી મોટી બસ નિર્માતા કંપની અશોક લેલૈંડ પણ પબ્લિક ટ્રાંસપોર્ટમાં ઉપયોગમાં થનારી ઈલેક્ટ્રિક બસને લોંચ કરવાની તૈયારી કરી રહી છે. અશોક લેલૈંડે ગત વર્ષ થયેલા ઓટો એક્સપોમાં ઈલેક્ટ્રિકલ બસ શોકેસ કરી હતી. તેને 'સર્કિટ એફ' નામ આપવામાં આવ્યું હતું. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં આ બસો રસ્તા પર દોડતી જોવા મળશે. અશોક લેલૈંડે અત્યાર સુધી કેટલીક ઈલેક્ટ્રિક બસ તૈયાર કરી લીધી છે. આગળ પણ મોટાપાયે ઉત્પાદન થશે. અમદાવાદના રસ્તા પર થોડા દિવસો પછી ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે. ઝી બિઝનેસ સાથે ખાસ વાતચીતમાં કંપનીના ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેંટના હેડ કાર્તિક અથમનાથને કંપનીનો ફ્યૂચર પ્લાન શેર કર્યો.


સમિટમાં લોંચ થશે ઉડતી કારનું મોડલ
આ સમિટમાં નેધરલેંડની કંપની દ્વારા ઉડતી કારનું મોડલ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મહાત્મા મંદિરની સામે સ્થિત સોલ્ટ માઉન્ટ પર 3D ફિલ્મ પણ બતાવવામાં આવશે અને આ સેવાનું ઉદઘાટન પણ વડાપ્રધાન નરેંદ્ર મોદી કરવાના છે. કુલ મળીને કહી શકીએ કે વાઈબ્રન્ટ સમિટ ખરેખર યાદગાર બની જશે. સાથે જ ગુજરાતમાં ઘણું બધુ રોકાણ આવશે અને રોજગાર પણ વધશે એવી આશા સમિટ પાસેથી લગાવવામાં આવી રહી છે. 


આફ્રીકા સાથે વેપાર વધવાની કવાયત
ગુજરાત અને આફ્રીકા વચ્ચે વાર્ષિક 1800 કરોડનો વેપાર થાય છે. ગુજરાતથી કપાસ, તૈયાર કપડાં, હીરા અને ફળ વગેરે નિર્યાત થાય છે. આફ્રીકી દેશો અને ગુજરાત વચ્ચે વેપાર વધારવા માટે વાઈબ્રન્ટ સમિટ મુખ્ય પ્લેટફોર્મ બનશે. વાઈબ્રન્ટમાં આફ્રિકા ડે આયોજિત કરી વિભિન્ન દેશોને આમંત્રિત કરવામાં આવશે. 


અમદાવાદમાં તૈયાર થઈ દેશની સૌથી અત્યાધુનિક હોસ્પિટલ
ભારતની સૌથી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અને લોકાપર્ણ થયાને બીજા દિવસથી આ હોસ્પિટલ સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવશે. ત્યારે નોંધનિય છે, કે આ હોસ્પિલ દ્વારા ડિઝિટલ ઇન્ડિયને આગળ વધારા માટે પેપર લેસ સીસ્ટમનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચને દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ છે. સામાન્ય લોકોને અત્યાધુનિક સુવિધાઓથી અને સારા તબીબો દ્વારા સારવાર મળી રહે તે માટે એએમસી દ્વારા ડિઝિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રથમ પેપરલેસ હોસ્પિટલનું નિર્ણાણ કરવામાં આવ્યું છે.