નવી દિલ્હીઃ May New Rules: દેશભરમાં દર મહિને સમયાંતરે કોઈને કોઈ ફેરફાર કરવામાં આવે છે, જેના કારણે મોટાભાગના લોકો નવા ફેરફારો વિશે યોગ્ય રીતે જાણતા નથી, તેથી તેમના માટે આ ખૂબ જ મોટું અપડેટ હોઈ શકે છે. કારણ કે મોદી સરકારે તાજેતરમાં , મે મહિનાથી સરકાર દ્વારા નવા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે કેટલાક લોકો માટે સારા સમાચાર અને કેટલાક લોકોના બજેટમાં કેટલાક ફેરફારો થઈ શકે છે, મહત્વના ફેરફારો પર ધ્યાન આપો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે મહિનામાં સરકાર દ્વારા કેટલાક જરૂરી નિયમ અને નીતિઓ તથા સરકારી અને બિન સરકારી કામમાં આવતી મુશ્કેલી દૂર કરવા માટે ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. જેનાથી ઘણા નવા નિયમ 1 મેથી લાગૂ થવાની તૈયારીમાં છે. તો તમે પણ જાણી લો કે મે મહિનામાં ક્યા-ક્યા ફેરફાર થવાના છે. 


આ પણ વાંચોઃ રોકાણકારોને મળશે પૈસા કમાવાની તક, 9 મેએ ઓપન થશે  Nexus આઈપીઓ, જાણો વિગત


મે મહિનામાં ફેરફાર થનારા  મહત્વના નિયમ


- વર્તમાનમાં ઈ રિક્ષાની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે, જેનાથી વાતાવરણને ફાયદો થી રહ્યો છે અને બેરોજગારોને આવકનો સ્ત્રોત મળી રહ્યો છે. તેને જોતા સરકારે ઈ રિક્ષા વાહનો પાસેથી કોઈ પરમિટ શુલ્ક લેશે નહીં, જેને 1 મેથી દેશભરમાં લાગૂ કરવામાં આવશે. 


- GST કારોબારીઓ માટે સરકાર દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી જીએસટી કારોબારીઓને હવે રસીદ ચલણ રજીસ્ટ્રેશન પોર્ટલ પર 7 દિવસની અંદર અપલોડ કરવી પડશે. તેનાથી વધુ સમયમાં સારો કારોબાર થઈ શકશે અને સંચાલન વ્યવસ્થામાં મુશ્કેલી પણ થશે નહીં. 


- મ્યૂચુઅલ ફંડમાં રોકાણ માટે ઉપયોગ થતા ડિજિટલ વોલેટ માટે આરબીઆઈએ કેવાયસી ફરજીયાત કરી દીધી છે. આ નિયમ 1 મેથી લાગૂ થશે. 


- TRAI દ્વારા જારી નિર્દેશ પ્રમાણે 1 મે 2023થી ફોનમાં આવનાર ફેક કોલ અને એસએમએસ બંધ થઈ તશે. તેનાથી યૂઝર્સને અજાણ્યા મેસેજ અને કોલની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. 


આ પણ વાંચોઃ Share: રૂ. 1 લાખ બની ગયા રૂ. 10 કરોડ, તમારી પાસે આ શેર હશે તો 5 પેઢી તરી જશે


- SBI ક્રેડિટકાર્ડ ધારકોને હવે લાઉન્ઝની સુવિધા નહીં મળે તથા તેમાં કેશબેકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


- રેલવે હવે ઘણા રૂટ પર સમર્સ રેલ ચલાવશે, જેથી રેલમાર્ગને વધુ સારા બનાવી શકાય.


- ટાટા મોટર્સની કાર 1 મેથી મોંઘી થઈ જશે, ટાટાની દરેક કારમાં 20થી 50 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube