Indian Railway: સસ્તા ભાડામાં કરો કાશી, પુરી અને ગંગાસાગરની 10 દિવસની જાતરા, જાણો વિગતો
Indian Railway: આ પેકેજમાં ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ ખૂબ જ સસ્તા ભાડામાં કરી શકે છે. આઈઆરસીટીસી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનથી પુરી ગંગાસાગર યાત્રાનું સંચાલન કરવા જઈ રહ્યું છે.
Indian Railway: ભારત દેશમાં ફરવા લાયક ધાર્મિક સ્થળો મોટી સંખ્યામાં છે. આ જ કારણ છે કે ભારતીય રેલવે સમય સમયે ભારતના અલગ અલગ પર્યટન સ્થળની મુલાકાત માટે ખાસ ટ્રેનની અને ઓફરની જાહેરાત કરે છે. ભારતીય રેલવે દ્વારા આવા જ એક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ ખૂબ જ સસ્તા ભાડામાં કરી શકે છે. આઈઆરસીટીસી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનથી પુરી ગંગાસાગર યાત્રાનું સંચાલન કરવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો:
આ દીકરીઓ સંભાળી રહી છે કરોડોનો બિઝનેસ, પિતા છે બિઝનેસ એમ્પાયરના માલિક
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
ઈશા અંબાણીએ એકવાર નહીં વારંવાર પહેર્યો છે નીતા અંબાણીનો આ ડાયમંડ નેકલેસ
આ ટુર પેકેજ અંતર્ગત પુરીમાં જગન્નાથ મંદિર અને કોર્ણાક સૂર્યમંદિર, ગંગાસાગર તીર્થ, કલકત્તામાં કાલી મંદિર, વૈધનાથ ધામ, મહાબોધિ મંદિર, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર સહિતના યાત્રા ધામના દર્શન કરાવવામાં આવશે. ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન 16 મે 2023 ના રોજ ઇન્દોર થી રવાના થશે.
આ પેકેજમાં પ્રતિ વ્યક્તિ 17,600 નો ખર્ચ થશે. જેમાં યાત્રીઓ નવ રાત અને દસ દિવસની જાત્રા કરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રી ઈન્દોર, ઉજ્જૈન, રાની કમલાપતિ, ઇટારસી, જબલપુર અને કટની સ્ટેશનથી બોર્ડિંગ કરી શકે છે. આ પેકેજ અંતર્ગત તમારે ખાવા પીવાની પણ ચિંતા નહીં કરવી પડે તેની વ્યવસ્થા પણ રેલ્વે દ્વારા કરવામાં આવશે
આ ટુર પેકેજ અંતર્ગત જગન્નાથપુરી, ગંગાસાગર, બેજનાથ, વારાણસી અને અયોધ્યા ને આવરી લેવામાં આવશે. આ પેકેજ અંતર્ગત યાત્રીઓને સવારે નાસ્તો બપોરે જમવાનું અને રાત્રે જમવાનું પૂરું પાડવામાં આવશે. ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનના સ્લીપર ક્લાસમાં યાત્રીઓનું બુકિંગ થશે.