નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બર (રવિવાર)થી દેશમાં ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યાં છે જેનો સંબંધ તમારા ખિસ્સા પર છે. આ ફેરફારોથી દરરોજની સામાન્ય જિંદગી પર ઘણી અસર પડશે. સપ્ટેમ્બર મહિનાથી બેન્કિંગ, ટ્રાફિક નિયમ અને આધાર પાન સાથે જોડાયેલા ઘણા નિયમમાં ફેરફાર થઈ રહ્યો છે. આવો જાણીએ શું છે આ ફેરફાર.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્ક એકાઉન્ડમાંથી પૈસા ઉપાડવા પર ટીડીએસ
કોઈપણ બેન્ક, સરકારી બેન્ક કે પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાંથી એક વર્ષમાં કુલ એક કરોડથી વધુના રોકડ ઉપાડ પર એક સપ્ટેમ્બરથી 2 ટકા ટીડીએસ લાગશે. સરકારે આ પગલું મોટી સંખ્યામાં રોકડ ઉપાડને હતોત્સાહિત કરવા અને કેશલેશ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવ્યું છે. 


હોમ લોન અને ઓટો લોનમાં ફેરફાર
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એક સપ્ટેમ્બરથી પોતાના ગ્રાહકો માટે હોમ લોન અને ઓટો લોનને રેપો રેટ સાથે લિંક કરશે. તેનો ફાયદો તે થશે કે આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાની સીધો ફાયદો ગ્રાહકોને મળશે. 


કેવાઈસી અપડેટ
પેટીએમ ફોનપે કે ગૂગલપે જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ કરતા લોકોએ 21 ઓગસ્ટ પહેલા તેની કેવાઇસી પૂરી કરવી પડશે. એક સપ્ટેમ્બર બાદ આમ ન કરનાર લોકોના મોબાઇલ વોલેટ કામ કરવાનું બંધ કરી દેશે. આરબીઆઈના સૂચન પર કેવાઈસી પૂરી કરવા માટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. 


ફિક્સ ડિપોઝિટ રેટમાં ઘટાડો
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ રિટેલ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. એક લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ વાળા ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં 3.5 ટકા વ્યાજ મળતું રહેશે. પરંતુ એક લાખથી વધુની ડિપોઝિટ વાળા ગ્રાહકો માટે આ 3 ટકા રહેશે. 


ઘર ખરીદવા પર વધુ ટીડીએસ
હવે જો તમે પ્રોપર્ટી ખરીદશો, તો અન્ય સુવિધાઓ જેમ- કાર પાર્કિંગ, વિજળી-પાણીની સુવિધા અને ક્લબ મેમ્બરશિપ જેવી અન્ય સુવિધાઓ પર ખર્ચ પણ ટીડીએસ હેઠળ આવશે. 


જો પાન આધાર સાથે લિંક નહીં હોય તો
જે લોકોએ અત્યાર સુધી આધાર નંબરને પાન સાથે લિંક કરાવ્યું નથી તેને આવકવેરા વિભાગ નવુ પાન કાર્ડ આપશે. જુલાઈમાં રજૂ થયેલા પૂર્ણ બજેટની જાહેરાત અનુસાર, જો તમે નક્કી કરેલા સમય સુધી પાન કાર્ડ આધાર સાથે લિંક ન હોય તો તે ગેરકાયદેસર માનવામાં આવશે. 


ટૂંક સમયમાં બનશે કિસાન ક્રેડિટ કાર્ડ
એક સપ્ટેમ્બરથી કિસાન ક્રેડિટ કાર્ડ બેન્ક હવે વધુમાં વધુ 15 દિવસમાં આપશે. કેન્દ્ર સરકારે આ માટે તમામ બેન્કોને સૂચના આપી છે. 


ટ્રાફિક નિયમોમાં ફેરફાર
એક સપ્ટેમ્બરથી ટ્રાફિક સાથે જોડાયેલા કેટલાક નિયમમાં ફેરફાર આવશે. મોટર વાહન (સંશોધન) એક્ટની કેટલિક જોગવાઈમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ વાહન નિયમ ઉલ્લંઘન પર તમારે મોટો દંડ ભરવો પડશે. 


ચુકવણી- ઠેકેદારો અને વ્યાવસાયિકો પર
એક સપ્ટેમ્બરથી જો કોઈ વ્યક્તિ હિન્દુ અવિભાજીત પરિવાર ઠેકેદાર કે વ્યાવસાયિકોને એક વર્ષમાં કુલ 50 લાખથી વધુની ચુકવણી કરે છે તો તેના પર 5 ટકાના દરથી ટીડીએસ કપાશે. 


જીવન વીમાના છૂટ ન મળતા ભાગ પર ટીડીએસ
જો તમને મળનારી જીવન વીમા મેચ્યોરિટીની રકમ કર યોગ્ય છે તો ચોખી આવકના ભાગ પર 5 ટકાના દરથી ટીડીએસ કપાશે. ચોખી આવક તે રકમ છે જે કુલ પ્રાપ્ત રકમમાંથી કુલ વીમા પ્રીમિયમ ચુકવણીને ઘટાડવા પર પ્રાપ્ત થાય છે.