વોડાફોન-આઈડિયા, યસ બેંક... 10 એવા સ્ટોક જેણે 5 વર્ષમાં રોકાણકારોને કંગાળ બનાવી દીધા
2018 અને 2023 ની વચ્ચે, દસ શેરોએ તેમના રોકાણકારોને રૂ. 564,300 કરોડનો મોટો ફટકો આપ્યો છે. આમાં ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા અને યસ બેંક ટોપ પર છે. રિલાયન્સે વેલ્થ ક્રિએશનમાં બાજી મારી છે.
નવી દિલ્હીઃ શેર બજારમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટી તેજી આવી છે. પરંતુ આ દરમિયાન કેટલાક સ્ટોકે ઈન્વેસ્ટરોને મોટું નુકસાન કરાવ્યું છે. તેમાં વોડાફોન-આઈડિયા અને યસ બેન્ક જેવા શેર પણ સામેલ છે, જે રિટેલ ઈન્વેસ્ટર્સ વચ્ચે ખુબ લોકપ્રિય છે. પરંતુ 2018થી 2023 વચ્ચે 10 સ્ટોકે ઈન્વેસ્ટરોને 564,300 કરોડ રૂપિયાનો ઝટકો આપ્યો છે. તેમાં પ્રથમ નંબર પર ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા છે. ભારે દેવામાં ડૂબેલી આ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોને 1.39 લાખ કરોડ રૂપિયાનો ઝટકો આપ્યો છે. મોતીલાલ ઓસવાલની વેલ્થ ક્રિએશન સ્ટડીમાં આ વાત સામે આવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં વોડાફોન આઈડિયાના શેર 34% CAGRના દરે ઘટ્યા છે. આ યાદીમાં બીજું નામ યસ બેન્કનું છે જેણે 45%ના વાર્ષિક દર સાથે રોકાણકારોને ચોંકાવી દીધા છે. જો રૂપિયાના સંદર્ભમાં જોવામાં આવે તો આ સમયગાળા દરમિયાન આ બેંકને રૂ. 58,900 કરોડનું નુકસાન થયું છે. IOCL, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, કોલ ઈન્ડિયા, ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ અને ઈન્ડસ ટાવર્સનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને કુલ રૂ. 17 લાખ કરોડનું નુકસાન થયું છે, જે ટોચની 100 કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી સંપત્તિના લગભગ 25 ટકા છે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનની જેમ ભાગી રહ્યો છે આ સરકારી કંપનીનો શેર, 32 રૂપિયાથી પહોંચ્યો 120ને પાર
સૌથી વધુ કમાણી કરનાર શેર
છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ નાણાં ગુમાવનાર ટોચની 10 કંપનીઓમાંથી છ કંપનીઓ નાણાકીય ક્ષેત્રની છે. રસપ્રદ વાત એ છે કે, આ ક્ષેત્ર સૌથી વધુ નાણાં ગુમાવનાર તેમજ ત્રીજા સૌથી મોટા સંપત્તિ સર્જક છે. બીજી તરફ, છેલ્લા પાંચ વર્ષમાં, 10 સૌથી મોટા સંપત્તિ સર્જક શેરોએ રોકાણકારોના ખિસ્સામાં રૂ. 37.8 લાખ કરોડ નાખ્યા છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, ICICI બેન્ક, ઇન્ફોસિસ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. લો-પ્રોફાઇલ કંપની લોયડ્સ મેટલ્સે 2018 અને 2023 વચ્ચે 79% ની CAGR પર સંપત્તિ બનાવી છે.
મોતીલાલની રિપોર્ટ પ્રમાણે 2018માં ટોપ 10 કંપનીઓમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે એક કરોડ થઈ જાત. આ દરમિયાન વેલ્થ 59 ટકા સીએજીઆરની સ્પીડથી વધી છે, જ્યારે સેન્સેક્સની ગતિ 12 ટકા રહી. કેપરી ગ્લોબલે પાછલા વર્ષે વેલ્થ ક્રિએશન મામલામાં સૌથી વધુ કંસિસ્ટેન્ટ રહ્યું. આ દરમિયાન સ્ટોકે 50 ટકા સીએજીઆરની ગતિની સાથે વેલ્થ ક્રિએટ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube