કોઈ કપડામાં તો કોઈ ગુપ્તાંગમાં સંતાડીને, જાણો વર્ષે કેટલા ટન સોનું લવાય છે ભારત
દેશમાં અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારે દાણચોરીના કિસ્સા સામે આવ્યા છે. જેમાં કમરપટ્ટાના બક્કલ સ્વરૂપે, કપડાના બે પડ વચ્ચે સોનાની માટીના પડ સ્વરૂપે, કેરીયરના ગુદામાં કેપસ્યુલ સંતાડીને કે પછી મહિલા કેરીયરના ગુપ્તાંગમાં કોન્ડોમમાં સંતાડીને સોનાની દાણચોરી કરવામાં આવે છે
ગૌરવ પટેલ, અમદાવાદ: સોનાની દાણચોરી અને કસ્ટમ વિભાગથી બચવા માટે દાણચોરો જુદા-જુદા માર્ગ અપનાવતા હોય છે. પરંતુ કસ્ટમ વિભાગ પણ કંઈ કમ નથી. તેઓ ગમે તેમ કરીને સોનાની દાણચોરી કરતા લોકોને પકડી પાડે છે. ત્યારે દેશમાં દાણચોરીનું પ્રમાણ વધ્યું છે. જેના ચોંકાવનારો આંકડો સામે આવ્યા છે.
દેશમાં સોનાની દાણચોરીનું પ્રમાણ વધ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારે દાણચોરીના કિસ્સા સામે આવ્યા છે. જેમાં કમરપટ્ટાના બક્કલ સ્વરૂપે, હેન્ડ બેગ કે લગેજ બેગના હેન્ડલમાં તાર સ્વરૂપે, કપડાના બે પડ વચ્ચે સોનાની માટીના પડ સ્વરૂપે, કેરીયરના ગુદામાં કેપસ્યુલ સંતાડીને કે પછી મહિલા કેરીયરના ગુપ્તાંગમાં કોન્ડોમમાં સંતાડીને સોનાની દાણચોરી કરવામાં આવે છે.
જોકે, સોનાની દાણચોરીમાં કેરીયરને માત્ર 15 થી 20 હજાર રૂપિયાજ જ મળે છે. તો બીજી તરફ થાઈલેન્ડ, યુએઇ કે પછી ઇન્ડોનેશીયાના પ્રવાસે ગયેલા મુસાફરો પોતાના માટે સોનાની ખરીદી કરી દેશમાં લાવી પરોક્ષ રીતે દાણચોરી કરે છે જેનાથી પણ દેશને આર્થિક નુકસાન થાય છે. દેશમાં આયાત થતા સોનાની સરખામણીએ માત્ર 10 થી 15 ટકા સોનાની દાણચોરી થતી હોવાથી સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી ન ઘટાડતી હોવાનો વેપારીઓ દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
દેશમાં વર્ષે 150 ટન જેટલા સોનાની દાણચોરી થાય છે. ભારતમાં દર વર્ષે 1000 ટન કરતા વધારે સોનાની આયાત થાય છે. વર્ષ 2021-22 માં 1050 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022-23 માં અત્યાર સુધીમાં 450 ટન સોનાની આયાત થઈ ચુકી છે. દેશમાં આયાત થતા સોના પૈકી 60 ટકા સોનું દાગીના અને 40 ટકા સોનું રોકાણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જૂન મહિના પહેલા સોના પરની બેઝીક કસ્ટમ ડ્યૂટી 7.5 ટકા હતી.
જે જૂન મહિના બાદ 5 ટકા વધારી 12.5 ટકા કરવામાં આવી છે. જેમાં 2.5 ટકાનો કસ્ટમ ડ્યૂટી અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટકચર એન્ડ ડેવલપમેન્ટ શેષ નાખવામાં આવી છે. ત્યારબાદ સોના પર 3.45 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જેથી અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સોના પર 18.45 ટકા ટેક્સ લાદવામાં છે. જેની સામે યુએઇ, થાઈલેન્ડ અને ઇન્ડોનેશીયમાં ટેક્સ ફ્રી છે. આટલો મોટો ટેક્સ હોવાથી ભારતમાં સોનાની દાણચોરીના કિસ્સા વધ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube