દેશમાં 13 મહિનામાં 1.6 કરોડ નવી નોકરીઓ થઇ ઉત્પન્ન , જાણો NPSના ગ્રાહકોની સંખ્યા

સપ્ટેમ્બર મહિનામાં 13 મહિનાના સમય દરમિયાન 1.57 કરોડ નવા સભ્યો ઇપીએફઓની સમાજીક સુરક્ષા યોજનાઓમાં સામેલ થયા છે. આ દરમિયાન નવા સભ્યોની સંખ્યા અથવા રોજગારની સંખ્યા 79.48 લાખ હતી.
નવી દિલ્હી: કેન્દ્રીય સાંખ્યાંકી કાર્યાલય (સીએસઓ)ના રિપોર્ટમાં કર્મચારી રાજ્ય વીમાં નિગમ(ઇએસઆઇસી)ના આંકડાઓને આધારે દર્શાવવામાં આવ્યું છે, કે સપ્ટેમ્બર-2018માં પૂરા થયેલા 13 મહીનાના સમયમાં દેશમાં 1.6 કરોડ નવી નોકરીઓ ઉત્પન્ન થઇ છે. આ બધાની વચ્ચે સપ્ટેમ્બરમાં એએસઆઇના સ્વાસ્થય વિમા યોજનામાં જોડાવનારા ગ્રાહરોની સંખ્યા સપ્ટેમ્બરમાં 5.2 ટકાથી ધટીને 11.51 લાખ રૂપિયા થઇ હતી.
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (ઇપીએફઓ), ઇએસઆઇસી અને રાષ્ટ્રીય પેન્શન યોજના(એનપીએસ)ના આંકડા પર આધારિત કેન્દ્રિય સાંખ્યાંકી કાર્યલય(સીએસઓ)વા રીપોર્ટમાં કહેવામાં આવ્યું કે સપ્ટેમ્બરમાં 12.14 લાખ નવી સભ્ય કર્મચારી રાજ્ય વીમા યોજના(ઇએસઆઇ)માં જોડાયા છે.
નિવૃત્તિ ભંડોળમાંથી બહાર આવ્યા
રિપોર્ટ અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બર સુધી 13 મહિનાના સમય દરમિયાન 1.57 લાખ કરોડ નવા સભ્ય ઇપીએફઓની સામાજિક સુરક્ષા યોજનામાં ઉમેરાયા છે. પરંતુ આ દરમિયાન ઇપીએફઓના 1.02 કરોડ સભ્યો પર નિવૃતિ ભંડોળથી બહાર નિકળ્યા હતા. પરંતુ ઇપીએફઓની સભ્યતાથી બહાર નિકળનારા સભ્યો 24.25 લાખ સભ્યો 13 મહિનાના સમયમાં આમાં પાથઆ ઉમેરાયા હતા. આ પ્રકારે 13 મહિનાના સમય દરમિયાન બનાવમાં આવેલા નવા સભ્યોની સંખ્યા અથવા રોજગારી ઉત્પત્તિની સંખ્યા 79.48 લાખ રાખવામાં આવી છે.
વધું વાંચો...SBIનો દાવો: ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડાથી દેશને થશે આ ફાયદો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સપ્ટેમ્બર 2017થી લઇને સપ્ટેમ્બર 2018 સુધીના સમય દરમિયાન નવી એનપીએસ ગ્રાહકોની કુલ સંખ્યા 8,12,937 રહી હતી. સીએસઓએ કહ્યું કે વર્તમાન રિપોર્ટ ઔપટચારિક ક્ષેત્રમાં રોજગારીનો સ્તર માટે અલગ-અલદ દ્રષ્ટિકોણ આપે છે. અને સમગ્ર સ્તર પર રોજગારીનું માપન નથી કરતી.
10 કરોડ નવા રોજગારની રહેશે જરૂરત
ભારતને અલગ-અલગ 10 વર્ષમાં રોડગાર માટે 10 કરોડ નવી નોકરીઓ ઉત્પન્ન કરવાની જરૂર પડશે. PWCના એક રિપોર્ટમાં આ અનુમાન લગાવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે રોજગારમાં વૃદ્ધિ થવાથી દેશની આર્થિક વૃદ્ધિની સંભાવનાઓમાં તેજી લાવી શકાય છે. અને તેમાં વધારો પણ કરી શકાય છે. PWCના રિપોર્ટમાં નાગરિકોમાં મોટી સંખ્યામાં રોજગારી મેળવવાના આંકડાઓમાં વૃદ્ધિ જોવા મળી છે.