નવી દિલ્હી: ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો થયો છે. તો બીજી તરફ પેટ્રોલના ભાવ સ્થિર છે. 23 ડિસેમ્બરના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 22 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘુ કરી દીધું છે. સોમવારે દિલ્હી અને કલકત્તામાં ડીઝલના ભાવમાં 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મુંબઇમાં ડીઝલ 22 પૈસા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 21 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. સતત પાંચમા દિવસે વધારા બાદ દિલ્હીમાં ડીઝલ 90 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડીયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ અનુસાર સોમવારે (23 ડિસેમ્બર 2019)ના રોજ દિલ્હી (Delhi), મુંબઇ (Mumbai), કલકત્તા (Kolkata) અને ચેન્નઇ (Chennai) માં પેટ્રોલ (Petrol News) અને (Diesel Price Today)ના ભાવ આ પ્રકારે છે.   

5 વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલ પર ચૂકવવો પડશે ચાર્જ, સરકારી કરી રહી છે આ તૈયારી


SMS દ્વારા આ રીતે જાણો પોતાના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમે શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા પણ ચેક કરી શકો છો. ઇન્ડીયન ઓઇલ (IOC)ના ગ્રાહક RSP<ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર એચપીસીએલ (HPCL)ના ગ્રાહક HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 નંબર પર મોકલી શકે છે. બીપીસીએલ (BPCL)ના ગ્રાહક RSP<ડીલર કોડ> લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. 


દરરોજ 6 વાગે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube