Goods and Services Tax: 4 પ્રકારના હોય છે GST, સરળ ભાષામાં સમજો તફાવત
ઘણા અર્થશાસ્ત્રી માને છે કે આ સ્વતંત્રતા બાદ સૌથી મોટો આર્થિક સુધારો છે તો બીજી તરફ કેટલાક લોકો તેને ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડી સૌથી મોટો સુધારો કહી રહ્યા છે.
નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) ચાર વર્ષ પહેલાં (1 જુલાઇ 2017) થી લાગૂ કરવામાં આવ્યો હતો. તેને લાગૂ કરવા માટે ભારતીય સંવિધાનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ઘણા અર્થશાસ્ત્રી માને છે કે આ સ્વતંત્રતા બાદ સૌથી મોટો આર્થિક સુધારો છે તો બીજી તરફ કેટલાક લોકો તેને ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડી સૌથી મોટો સુધારો કહી રહ્યા છે.
તેને લાગૂ કરવાનો હેતું હતો દેશભરમાં ટેક્સના દરમાં અસમાનતા દૂર કરવાનો હતો. જીએસટીમાં કેંદ્ર અને રાજ્યોના ઘણા ટેક્સને મિક્સ કરી દીધા છે.
Kejriwal સરકારની જાહેરખબર પર ગરમાયું રાજકારણ, ભાજપે કહ્યું કેજરીવાલને ફક્ત પ્રસિદ્ધિમાં છે રસ
GST લાગૂ થયા બાદ થયા આ ફેરફાર
ટેક્સની સિસ્ટમ ઓનલાઇન થઇ ગઇ. તેનાથી બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને ફાયદો થયો.
પહેલાં તેમને અલગ-અલગ ટેક્સ માટે અલગ-અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. હવે તેને ફક્ત GST નું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
ચાર પ્રકારના હોય છે GST
ઇંટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (IGST)
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (SGST)
સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (CGST)
યૂનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (UTGST)
તેમાંથી કેટલાક ટેક્સ રાજ્ય સરકાર તો કેટલાક કેંદ્ર સરકાર અને કેટલાક કેંદ્ર શાસિત પ્રદેશો પાસે જાય છે.
Haphephobia: કોરોના પછી આશરે 60%થી વધુ લોકો અનુભવે છે સ્પર્શનો ભય
ઇંટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (IGST)
કોઇપણ વસ્તુ અથવા સેવાની આપૂર્તિ (વસ્તુ અથવા સેવાના વેચાણ, ટ્રાંસફર, એક્સચેંજ વગેરે) એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થાય છે તો તેના પર ઇંટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (IGST) લાગે છે.
એવા વેપારીઓએ જે એક રાજ્યમાં બિઝનેસ તો કરે છે પરંતુ માલ ઘણા રાજ્યો પાસેથી ખરીદે છે તો તેને બીજા રાજ્યમાંથી ખરીદેલા માલ પર ઇંટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (IGST) ચૂકવવો પડે છે.
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (SGST)
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (SGST) ત્યારે લાગે છે જ્યારે કોઇ વસ્તુ અથવા સેવાની આપૂર્તિ એક જ રાજ્યની અંદર થાય છે. એસજીએસટી રાજ્યને મળે છે. જીએસટી એક્ટ હેઠળ રાજ્યમાં વસ્તુ અથવા સેવાની તમામ પ્રકારની ખરીદી અને વેચાણ પર આ ટેક્સ લાગે છે.
કેટલીક વસ્તુઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે
આ ટેક્સને લાગૂ થયા બાદ રાજ્ય સરકાર તરફથી ટેક્સ-વેટ લક્સરી ટેસ, મનોરંજન ટેક્સ સમાપ્ત કરી દીધો છે.
સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (CGST)
જો વસ્તુ અથવા સેવા એક જ રાજ્યમાં ખરીદી કરવામાં આવી અને તે જ રાજ્યમાં વેચવામાં આવી તો સીજીએસટી લાગશે.
દુકાનદાર તમારી પાસેથી એસજીએસટી અને સીજીએસટી બંને વસૂલે છે. તેને આ રીતે સમજો કે કોઇ વસ્તુ પર ટેક્સનો દર 28 ટકા છે તો આ 28 ટકાના ટેક્સમાં 14 ટકા એસજીએસટી અને 14 ટકા સીજીએસટીમાં જશે.
આ ટેક્સ કેંદ્ર સરકારમાં જાય છે.
યૂનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (UTGST)
આ કેંદ્ર શાસિત પ્રદેશ વસૂલે છે.
આ ટેક્સ બિલકુલ એસજીએસટીની માફક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube