RIL 41st AGM LIVE: મુકેશ અંબાણીની સ્પિચ શરૂ, તમામ વિગતો જાણવા કરો ક્લિક
ગત AGM દરમિયાન કંપનીએ 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પર ફ્રી ફીચર સ્માર્ટફોન જિયોફોનની જાહેરાત કરી હતી
મુંબઈ : આજે સવારે 11 વાગ્યે મુંબઈના બિરલા માતુશ્રી સભાગારમાં રિલાયન્સની 41મી વાર્ષિક મહાસભા એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) યોજવામાં આવી છે. ગત AGM દરમિયાન કંપનીએ 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પર ફ્રી ફીચર સ્માર્ટફોન જિયોફોનની જાહેરાત કરી હતી. આ ફોન ઘણો લોકપ્રિય બન્યો હતો અને ગ્રામીણ વિસ્તારોમાં ખુબ વેંચાયો.
મળતી માહિતી પ્રમાણે ટેલિકોમ સેક્ટરમાં મોટી ધમાલ મચાવ્યા પછી હવે કંપની ઓપ્ટિક ફાઇબર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ AGMમાં જીઓફાઇબર બ્રોન્ડબેન્ડ સર્વિસના પ્રાઇસ પ્લાનની જાહેરાત કરે તેવી શક્યતા છે.
છેલ્લા બે વર્ષથી રિલાયન્સ જિયો અંગેની મોટી જાહેરાતોના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMની રાહ જોવાતી હોય છે. રિલાયન્સનો શેર AGMના એક દિવસ પહેલાં બુધવારે બે ટકા વધીને બંધ રહ્યો હતો. બીએસઈ પર શેર ઇન્ટ્રા-ડે ₹992ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. રિલાયન્સ જિયોએ તાજેતરમાં બે કરોડ ગ્રાહકોનો આંકડો પણ વટાવી દીધો છે.
મુકેશ અંબાણીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું છે કે રિલાયન્સના છેલ્લા 10 વર્ષ બેહદ શાનદાર રહ્યા છે અને હાઇડ્રોકાર્બન બિઝનેસ બહુ ઝડપથી આગળ વધ્યો છે. રિલાયન્સ દેશનો સૌથી મોટો એક્સપોર્ટર છે. કંપનીનો નફો 20.5%થી વધારે થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ ક્ષેત્રમાં સૌથી મોટી ટેક્સપેયર કંપની છે અને Jio ભારતમાં સૌથી ઝડપી સર્વિસ આપી રહેલું નેટવર્ક. દેશના દરેક ખૂણાને Jioથી જોડવામાં આવશે. 1 વર્ષમાં જિયોના ગ્રાહકોની સંખ્યા બમણી થઈ છે. Jioએ દર મહિને ગ્રાહકોને 240 GB ડેટા આપ્યો છે. હવે જિયોને આગામી લેવલ સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
જિયો મામલે જાહેરાતો
જિયોએ છેલ્લા બે વર્ષમાં નોંધાવ્યા શાનદાર રેકોર્ડ
જિયો દુનિયાનું સૌથી મોટું નેટવર્ક
જિયોના ગ્રાહકોની સંખ્યા થઈ બમણી
22 મહિનામાં જિયો સાથે જોડાયા 20.5 કરોડ ગ્રાહકો
જિયો દરેક ગામ, શહેર અને ગ્રામ પંચાયત સુધી પહોંચ્યું
જિયોની પહોંચ 99% વસતી સુધી
ભારતમાં 25 મિલિયન જિયો ફોન યુઝર્સ
જિયો બ્રોડબેન્ડ સર્વિસનું એલાન
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો ફાઇબર કનેક્ટિવિટી મામલે કામ કરી રહ્યું છે. ફાઇબર બ્રોડબેન્ડ મામલે રિલાયન્સ મોટું રોકાણ કરી રહ્યું છે. અમારું લક્ષ્ય દેશના દરેક ખૂણા સુધી ફાઇબર નેટવર્ક પહોંચાડવાનું છે. આકાશ અને ઇશા અંબાણીએ જિયોની ગીગા ફાઇબર સર્વિસની જાહેરાત કરી. જિયો ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ છે.
'JioGigaviber' સર્વિસ લોન્ચ
'JioGigaviber' નામથી ફાઇબર બ્રોડબેન્ડ સેવા લોન્ચ
ફાઇબરમાં 24 કલાક ઉપલબ્ધ રહેશે ઇમરજન્સી સેવા
સસ્તા દર પર મળશે બ્રોડબેન્ડ કનેક્શન
ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડમાં ટોપ 5 સુધી પહોંચવાનું લક્ષ્ય
ફાઇબર કનેક્ટિવિટીમાં 2.5 લાખ કરોડનું રોકાણ
RILએ JIOPhone-2 લોન્ચ કર્યો
હવે જિયો ફોનમાં ચાલશે ફેસબુક, વોટ્સએફ, યૂ-ટ્યૂબ
Jio GIGA TV થયું લોન્ચ
વોઇસ કમાન્ડથી બદલી શકાશે ટીવી ચેનલ
જિયો ગીગા રાઉટર પણ લોન્ચ
જિયો ગીગા સેટ ટોપ બોક્સ પણ લોન્ચ
ભારતમાં બદલાશે ટીવી જોવાની સ્ટાઇલ
જિયો ફોન-2ના મામલે જાહેરાત
જિયો ફિચરફઓનમાં યુઝર્સને મળશે મોનસુન હંગામા ઓફર
જુલાઈ 21થી મળશે મોનસુન હંગામા ઓફરનો ફાયદો
501 રૂ.માં જુના ફોનને બદલે મળશે નવો જિયોફોન
15 ઓગસ્ટથી મળશેજિયોફોન-2
કિંમત હશે 2,999 રૂ.