આ 5 શેર બનાવી દેશે માલામાલ! જો તમને મોટો નફો જોઈતો હોય તો પૈસાનું રોકાણ કરવાનું ચૂકશો નહીં
શેર બજારમાં અનેક સ્ટોક એવા હોય છે જે સારી કમાણી કરાવતા હોય છે. લોકો ટૂંકા અને લાંબા ગાળા માટે રોકાણ કરતા હોય છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે શેર બજારમાં કેટલાક શેરને બાય રેટિંગ આપ્યું છે, જે સારી કમાણી કરાવી શકે છે.
Stocks to BUY : રિયલ્ટી સ્ટોક્સે વર્ષ 2023માં ઘણા વર્ષો બાદ ધમાલ મચાવી છે. વર્ષ 2023માં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ (Nifty Realty Index) અત્યાર સુધીમાં 32.10 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટીમાં માત્ર 7.29 ટકાનો વધારો થયો છે. આગામી સમયમાં પણ રિયલ્ટી શેરના રોકાણકારોને નફો આપવાની સારી આશા છે.
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) પણ રિયલ્ટી સેક્ટરના પાંચ શેરોમાં તેજી ધરાવે છે. બ્રોકરેજ કહે છે કે રોકાણકારો આગામી એક વર્ષમાં આ શેરોમાંથી લગભગ 22% નફો મેળવી શકે છે.
મોતીલાલ ઓસવાલે રોકાણકારોને ગોદરેજ પ્રોપર્ટીઝમાં (Godrej Properties) નાણાં રોકવાની સલાહ આપી છે. બ્રોકરેજનું કહેવું છે કે આ સ્ટોક એક વર્ષમાં 22 ટકા વધી શકે છે. શુક્રવારે NSE પર આ શેર 1.16 ટકાના વધારા સાથે રૂ. 1,555 પર બંધ થયો હતો. બ્રોકરેજે તેની લક્ષ્ય કિંમત રૂ. 1,915 નક્કી કરી છે.
મોતીલાલ ઓસવાલે મેક્રોટેક ડેવલપર્સના (Macrotech Developers) શેરમાં નાણાં રોકવાની પણ સલાહ આપી છે. બ્રોકરેજનું કહેવું છે કે આવનારા સમયમાં આ શેર 850 રૂપિયા સુધી જઈ શકે છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે આ શેર NSE પર રૂ. 795.10ના સ્તરે બંધ થયો હતો.
આ પણ વાંચોઃ કરોડપતિ બનવું છે તો દરરોજ માત્ર 100 રૂપિયાની બચત કરો, સમજો ધનવાન બનવાની ફોર્મ્યૂલા
મોતીલાલ ઓસ્વાલના ટોપ-5 રિયલ્ટી શેરોની યાદીમાં શોભા લિમિટેડ (Shobha Ltd) ત્રીજા સ્થાને છે. બ્રોકરેજે આ સ્ટોકને બાય રેટિંગ આપ્યું છે અને તેની લક્ષ્ય કિંમત રૂ. 750 નક્કી કરી છે. શુક્રવારે NSE પર શોભા લિમિટેડના શેર લગભગ ચાર ટકાના વધારા સાથે રૂ. 701.10 પર બંધ થયા હતા.
બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલ પણ પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં (Prestige Estates Projects) તેજી ધરાવે છે. બ્રોકરેજે રોકાણકારોને આ શેરમાં નાણાં રોકવાની સલાહ આપી છે. આ રિયલ્ટી શેરની લક્ષ્ય કિંમત 705 રૂપિયા નક્કી કરવામાં આવી છે. શુક્રવારે પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સના શેર નજીવા વધારા સાથે રૂ. 603 પર બંધ થયા હતા. આ રીતે, બ્રોકરેજ વર્તમાન સ્તરેથી આ સ્ટોકમાં લગભગ 16.72% ના વધારાની અપેક્ષા રાખે છે.
મોતીલાલ ઓસવાલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસને (Brigade Enterprises) બાય રેટિંગ પણ આપ્યું છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસનો શેર શુક્રવારે એક ટકા ઘટીને રૂ. 567.90 પર બંધ થયો હતો. મોતીલાલ ઓસવાલે આ શેરની કિંમત 720 રૂપિયા નક્કી કરી છે.
(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસીસની સલાહ પર આધારિત છે. જો તમે આમાંથી કોઈપણમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા નફા કે નુકસાન માટે Zee24 kalak જવાબદાર નથી. )
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube