ભારતના આ 5 રેલવે સ્ટેશન પર આજે પણ ધબકે છે અનોખો ઇતિહાસ, જાણીને તમે કહેશો આવું તો કહી હોતું હશે!
શું તમે ક્યારેય નામ વગરનું રેલ્વે સ્ટેશન સાંભળ્યું છે? અથવા એવા સ્ટેશન વિશે સાંભળ્યું છે જે કોઈપણ નામ વિના સંપૂર્ણ રીતે કાર્યરત છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનથી 35 કિમી દૂર બાંકુરા-મસગ્રામ રેલ્વે લાઇન પરનું આ અનામી રેલ્વે સ્ટેશન વર્ષ 2008માં બનાવવામાં આવ્યું હતું
ભારતના સૌથી અલગ અને અનોખા રેલ્વે સ્ટેશનોની યાદીમાં નવાપુર રેલ્વે સ્ટેશનનું નામ ટોચ પર આવે છે. આ સ્ટેશનનો એક ભાગ મહારાષ્ટ્રમાં છે, જ્યારે બીજો ભાગ ગુજરાતમાં છે. આ કારણોસર નવાપુર રેલ્વે સ્ટેશનને બે અલગ-અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જ્યાં પ્લેટફોર્મથી લઈને બેંચ સુધી દરેક વસ્તુ પર મહારાષ્ટ્ર અને ગુજરાત લખેલું છે. સ્ટેશન પર 4 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં પણ જાહેરાત કરવામાં આવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube