નવી દિલ્હીઃ ગ્રાહકોને મૂર્ખ બનાવવા માટે ખોટા દાવા કરનાર જાહેરાતો પર પ્રતિબંધને લઈને કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ્સ અને જાદુઈ ઉપચાર (અપમાનજનક જાહેરાત કાયદો, 1954)માં સંશોધનનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે, જે મુજબ ચમત્કારથી સારવાર કરવાનો દાવો કરવો અને રૂપાળા બનાવવા, લંબાઈ વધારવી, સેક્સ શક્તિ વધારવી, મગજની ક્ષમતા વધારવી અને વૃદ્ધાવસ્થા આવતી રોકવા જેવી જાહેરાતો આપવા પર પાંચ વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશોધન સાથે જોડાયેલ ડ્રાફ્ટમાં કાયદામાં પહેલાથી રહેલી બીમારીઓ સિવાય ઘણી અન્ય બીમારીઓ, વિકારો, સ્થિતિઓને જોડવામાં આવી છે. કાયદા પ્રમાણે, તેમાં રહેલી 78 બીમારીઓ, વિકારો તથા સ્થિતિઓને દૂર કરવાનો દાવો કરનારા ઉત્પાદનોની જાહેરાત ન કરવી જોઈએ. 


કાયદામાં સામેલ છે ઘણી બીમારીઓ
કાયદામાં જે બીમારીઓને જાહેરાત સાથે જોડવામાં આવી છે, તેમાં સેક્સ પાવર વધારવો, યૌન નપુંસકતા દૂર કરવી, અકાળ સ્ખલન, રૂપાળા બનાવવા, વૃદ્ધાવસ્થા આવવી રોકવી, એડ્સ, સ્મરણ શક્તિ વધારવી, લંબાઈ વધારવી, યૌન અંગનો આકાર વધારવો, સેક્સ કરવાનો સમય વધારવો, અસમયે વાળનું સફેદ થવું, મોટાપો દૂર કરવો સહિત ઘણી સ્થિતિઓ છે. 


50 લાખ સુધીનો દંડ
કાયદા પ્રમાણે પ્રથમવાર તેનો ભંગ કરનાર પર છ મહિલાની જેલની સજા અથવા દંડની જોગવાઈ છે, જ્યારે બીજીવાર ભંગ કરવા પર એક વર્ષની સજા અને દંડ તથા બંન્ને થઈ શકે છે. તો સંશોધિત ડ્રાફ્ટમાં દંડની રકમ વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. પ્રથમવાર ભંગ પર બે વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે, જ્યારે ફરી ઉલ્લંઘન પર પાંચ વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર


જુઓ LIVE TV