Electricity Bill: 1 સપ્ટેમ્બરથી આ રાજ્યના 51 લાખ ગ્રાહકોનું લાઇટ બિલ આવશે શૂન્ય, સરકારે આપી રાહત
Electricity bill in Punjab: રાજ્યના બજેટમાં કુલ વીજળી સબ્સિડી 15845 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જે 021-2022મા 13443 કરોડ રૂપિયા હતા.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, રાજ્યના આશરે 51 લાખ પરિવારોએ 1 સપ્ટેમ્બરથી વીજળીનું બિલ આપવું પડશે નહીં. મુખ્યમંત્રીએ 66 કિલો વોલ્ટ બુટારી-બ્યાસ લાઇન લોકોને સમર્પિત કર્યા બાદ કહ્યું કે રાજ્યની આમ આદમી સરકારે સમાજના દરેક વર્ગને બિલમાં ફ્રી 600 યુનિટ વીજળી ફ્રી ઉપલબ્ધ કરાવી છે. તેમણે કહ્યું કે, 'જન સમર્થક પહેલ'થી રાજ્યના કુલ 74 લાખ લોકોમાંથી 51 લાખ ઘરોનું સપ્ટેમ્બરથી શૂન્ય લાઇટ બિલ આવશે. પંજાબમાં કુલ 74 લાખ વીજળી ગ્રાહકો છે. માને પાછલા મહિને કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યના લોકોને આપવામાં આવેલી ગેરંટી પૂરી કરી રહી છે.
પંજાબમાં છે બે મહિનાની બિલિંગ સાઇકલ
રિપોર્ટ પ્રમાણે પંજાબમાં લાઇટ સપ્લાય માટે બે મહિનાની બિલિંગ સાઇકલ છે. એક સત્તાવાર નિવેદનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના કિસાનોને પ્રથમવાર નિયમિત, કોઈ કાપ વગર અને સરપ્લસ લાઇટ મળી છે. માને કહ્યું કે રાજ્યની પ્રગતિ અને લોકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર અભૂતપૂર્વ પહેલ કરી રહી છે. 66 કેવી લાઇન પર તેમણે કહ્યું કે, સરહદી જિલ્લાના 70 ગામોને નિયમિત રૂપથી રોશન કરનારી આ મહત્વપૂર્ણ લાઇન છેલ્લા એક દાયકાથી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ હવે ભાડૂઆતોએ પણ ચૂકવવો પડશે 18 ટકા જીએસટી? જાણો શું છે હકીકત
ઓવરલોડિંગનો સામનો કરવો પડશે નહીં
ભગવંત માને કહ્યુ કે, તેમણે પદભાર સંભાળ્યા બાદ અધિકારીઓને કહ્યું હતું કે તે નક્કી કરો કે પરિયોજના જલદી પૂર્ણ થાય. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પરિયોજના પર કુલ 4.40 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ પરિયોજનાથી આશરે 2 લાખથી વધુ ગ્રાહકોને લાભ થશે, જેણે હવે લાઇટ કાપ કે ઓવરલોડિંગનો સામનો કરવો પડશે નહીં. રાજ્યના બજેટમાં કુલ લાઇટ સબ્સિડી બિલ 15845 કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, જે 2021-22 મા 13443 કરોડ રૂપિયા હતા.
27 જૂને જ્યારે નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ રાજ્યનું બજેટ રજૂ કર્યું તો કહ્યું હતું કે 300 યુનિટ ફ્રી વીજળી ઉપલબ્ધ કરાવવાથી સરકારી ખજાના પર 1800 કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડશે. પંજાબ વિવિધ કેટેગરીમાં સસ્તી વીજળી પ્રદાન કરે છે. જેમાં માત્ર કૃષિ ક્ષેત્રને ફ્રી વીજળી માટે સબ્સિડી બિલ લગભગ 7000 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube