5G Spectrum Auction: 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં રિલાયન્સ જિયોનો દબદબો, ભરાઈ ગયો સરકારનો ખજાનો
Reliance Jio: રિલાયન્સ જિયોએ કુલ 88078 કરોડ રૂપિયાના 5જી સ્પેક્ટ્રમ હાસિલ કરવા માટે બોલી લગાવી છે. બોલીમાં બીજા સ્થાને ભારતી એરટેલ છે.
નવી દિલ્હીઃ 5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ કુલ 88078 કરોડ રૂપિયાના 5જી સ્પેક્ટ્રમ હાસિલ કરવા માટે બોલી લગાવી છે. ભારતી એરટેલે 43084 કરોડ રૂપિયા, વોડાફોન-આઈડિયાએ 18799 કરોડ રૂપિયા તો અદાણી સમૂહે માત્ર 212 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની બોલી લગાવી છે. ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે.
સાત દિવસ સુધી ચાલેલી 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલીકોમ કંપનીઓએ 1,50,173 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી છે. જેમાં માત્ર રિલાયન્સ જિયોની ભાગીદારી 59 ટકા છે. રિલાયન્સ જિયોએ કુલ 88078 કરોડ રૂપિયાની 5જી સ્પેક્ટ્રમ હાસિલ કરવા માટે બોલી લગાવી છે. 700 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ માટે રિલાયન્સ જિયો તમામ 22 સર્કલમાં ટોપ બિડર છે. જિયોએ કુલ 24740 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ હાસિલ કર્યાં છે. ભારતી એરટેલે 19867 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે 43084 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. વોડાફોન-આઈડિયાએ 18799 કરોડ રૂપિયાની બોલી 5જી સ્પેક્ટ્રમ માટે લગાવી છે. અદાણી સમૂહના અદાણી ડેટા નેટવર્કે 400 મેગાહર્ટ્ઝ 5જી સ્પેક્ટ્રમ માટે 212 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.
આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને આ મહિને મળશે Triple Bonanza, ખાતામાં આવશે મોટી રકમ
ટેલીકોમ મંત્રીએ જણાવ્યું કે સરકારે જેટલા 5જી સ્પેક્ટ્રમ ઓફર કર્યા હતા, તેમાંથી 71 ટકા સ્પેક્ટ્રમ વેચાઈ ગયા છે. સરકારે 72,098 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બ્લોક પર રાખ્યા છે, જેમાંથી 51236 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ વેચાઈ ચુક્યા છે અને કુલ 1,50,173 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 ઓગસ્ટ 2022 સુધી સ્પેક્ટ્રમની ફાળવણીનું કાર્ય પૂરુ કરી લેવામાં આવશે અને જેટલું સ્પેક્ટ્રમ ખરીદવામાં આવ્યું છે તેને દેશમાં 5જી મોબાઇલ સર્કલને લોન્ચ કરી શકાશે.
ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે 5જી સ્પેક્ટ્રમની સફલ હરાજી દેશના ટેલીકોમ સેક્ટર માટે સારો સંકેત છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને પ્રથમવાર ટેલીકોમ સેક્ટરમાં ઉતરેલા અદાણી ડેટા નેટવર્કે 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ રોકેટ બની ગયો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને આ શેર, સ્ટોક ખરીદવા માટે લાગી લાઇન
માનવામાં આવી રહ્યું છે કે એકવાર ટેલીકોમ કંપનીઓને 5જી સ્પેક્ટ્રમની ફાળવણી બાદ ઓક્ટોબર 2022મા દેશના ઘણા મોટા શહેરોમાં 5જી મોબાઇલ સેવાની શરૂઆત થઈ જશે. એક અનુમાન પ્રમાણે 5જીની સ્પીડ 4જીથી 10 ગણી વધુ છે. 5જી શરૂ થયા બાદ ઓટોમેશનનો નવો સમય શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube