નવી દિલ્હી: પોતનું ઘર ખરીદવાનું સપનુ દરેક લોકોનું હોય છે. આ સપનાને પૂરુ કરવા માટે લોકો આખુ જીવન લગાવી દે છે. અને ઘર ખરીદીને તેમને ગૌરવવંતાનો અહેસાસ કરે છે. ત્યારે આ મોધવારીના જમાનામાં મોટાભાગના લોકો લોન પર ઘર લેતા હોય છે. તમારી પણ સારામાં સારુ ઘર ખરીદવાનું સપનુ હશે. તમે પણ તમારા સપનાનું ઘર હોમ લોનની મદદથી ખરીદી શકો છો. મોટાભાગના કિસ્સાઓમાં ઘરના મુખિયાના નામે જ હોમ લોન કરવામાં આવે છે. અને જો જાયન્ટ હોમ લોન કરવામાં આવે તો તમારા માટે વધારે ફાયદા કારક નિવડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યાજ દરમાં મળશે રહાત
આ મામલે જાણકારોની સલાહ પણ એવી જ છે, કે જાયન્ટ હોમલોન લેવીએ કોઇ એક વ્યક્તિના નામ પર લેવામાં આવેલી લોન કરતા વધારે ફાયદા કારક રહે છે. તેનાથી તમને ડબલ ફાયદો થાય છે. સૌથી પહેલાતો તમને ટેક્સ બેનિફીટ સૌથી વધારે થાય છે. બીજીએ કે તમે મહિલાઓને લોનમાં સામેલ કરો છો. તો વ્યાજદરોમાં થોડો ઘટાડો આવે છે. આ સિવાય જાયન્ટ હોમલોન લેવી તમારા માટે અનેક રીતે ફાયદા કારક રહી શકે છે. આવી જ રીતે જોઇએ આવા કેટલા ફાયદા છે આવો જોઇએ 


જાયન્ટ હોમલોન લેવાનો ફાયદો 
-લોન લેવામાં યોગ્યતા વધી જાય છે. 
-તમે વધારે મોટુ ઘર ખરીદી શકો છો. 
-તમે તમારી પસંદના વિસ્તારમાં ઘર ખરીદી શકો છો. 
-વધારે ટેક્સ બેનિફિટ મળશે. 
-મહિલા કો-એપ્લીકેટ હોવાથી હોમ લોનના વ્યાજમાં ફાયદો 
-સાથે જ કો-એપ્લીકેટ હોવાથી હોમલોન એપ્રુવ થવાની શક્યતાઓ વધી જાય છે. 


વધુ વાંચો...આ બજારને નથી થઇ નોટબંધીની કોઇ પણ અસર, સરકારને થયો આટલો ફાયદો


કોન બની શકે છે કો-એપ્લીકેં
સામાન્ય રીતે પરિવારના નજીકના સભ્યો હોમલોનમાં કો-એપ્લીકેંટ બની શકે છે. કો-એપ્લીકેંટ વેતન કરનાર અથવા તો સેલ્ફ એમ્પલોઇડ બંન્ને કરી શકે છે. ભારતીય મૂળના વ્યક્તિના એનઆરઆઇ બંન્નેમાંથી કોઇ પણ કો-એપ્લીકેટ થઇ શકે છે.